રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસનું નાળચું હવે સરકારી બાબુઓ તરફ મંડાયું છે. ગઇકાલે મહાપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયા સહિત ચાર સસ્પેન્ડેડ અધિકારીની ધરપકડ કરાયા બાદ હવેનો રાઉન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફનો નિકળે તેવી સંભાવના દેખાઇ રહી છે. રાજકોટ તાલુકાના ૨૦૨૧માં ફરજ બજાવનાર પૂર્વ પીઆઇ જે.વી.ધોળા તેમજ એ સમયના લાયસન્સ બ્રાંચના પીઆઇ વી.એસ.વણઝારા સહિતનાને ગઇકાલ રાતથી જ ક્રાઇમબ્રાંચમાં બેસાડી દેવાયા છે. આ પૂર્વે સોમવારથી બે સસ્પેન્ડેડ પીઆઇને નજરકેદ કરી રાખેલા છે. આજે કદાચિત પોલીસ ઇન્સ્પેકટરોની ધરપકડનો દૌર શરૂ થાય તેવું દેખાઇ રહ્યું છે.
ગેમ ઝોન શનિવારે સળગ્યા બાદ આ ગેમ ઝોનમાં મહાપાલિકાનું કોઇપણ લાયસન્સ કે પરવાના હતા નહીં માત્ર પોલીસે પર્ફેામિંગ લાયસન્સ ઇસ્યુ કરેલું હતું એ પણ મહાપાલિકા ફાયર બ્રિગેડના એનઓસી, પીજીવીસીએલ કે માર્ગ મકાન વિભાગના પુરા દસ્તાવેજી પુરાવાઓ ન હતાં આમ છતાં આવા કાગળો આવી જશેની આશા કે વિશ્ર્વાસે ૨૦૨૧માં લાયસન્સ ઇશ્યૂ થયું ત્યારે ખુલ્લો પ્લોટ હતો
ટીઆરપી ગેમ ઝોનમાં પ્રથમ લાયસન્સ ૨૦૨૧ના વર્ષમાં તાલુકા પોલીસના અભિપ્રાય આધારે લાયસન્સ બ્રાંચ દ્રારા આપવામાં આવ્યું હતું. એ સમયે ગેમ ઝોનમાં ખુલ્લા પ્લોટમાં ગેમીંગ માટે ટીકીટ બુકિંગ અંગેની મંજુરી માગવાની હતી. પોલીસ દ્રારા ૩૩એકસ એકટ મુજબ આ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે વર્ષના સમયગાળા દરમિયાન અહીં લોખડં ફ્રેમિંગનું બે ત્રણ માળનું ૨૦૦૦ ચો.ફુટથી વધુનું ટેમ્પરરી ગેમિંગ સ્ટ્રકચર, ગેરકાયદે બાંધકામ સાથેનો મોતનો માચડો ખડકાઇ ગયો હતો.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસનું નાળચું હવે સરકારી બાબુઓ તરફ મંડાયું છે. ગઇકાલે મહાપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયા સહિત ચાર સસ્પેન્ડેડ અધિકારીની ધરપકડ કરાયા બાદ હવેનો રાઉન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફનો નિકળે તેવી સંભાવના દેખાઇ રહી છે. રાજકોટ તાલુકાના ૨૦૨૧માં ફરજ બજાવનાર પૂર્વ પીઆઇ જે.વી.ધોળા તેમજ એ સમયના લાયસન્સ બ્રાંચના પીઆઇ વી.એસ.વણઝારા સહિતનાને ગઇકાલ રાતથી જ ક્રાઇમબ્રાંચમાં બેસાડી દેવાયા છે. આ પૂર્વે સોમવારથી બે સસ્પેન્ડેડ પીઆઇને નજરકેદ કરી રાખેલા છે. આજે કદાચિત પોલીસ ઇન્સ્પેકટરોની ધરપકડનો દૌર શરૂ થાય તેવું દેખાઇ રહ્યું છે.
ગેમ ઝોન શનિવારે સળગ્યા બાદ આ ગેમ ઝોનમાં મહાપાલિકાનું કોઇપણ લાયસન્સ કે પરવાના હતા નહીં માત્ર પોલીસે પર્ફેામિંગ લાયસન્સ ઇસ્યુ કરેલું હતું એ પણ મહાપાલિકા ફાયર બ્રિગેડના એનઓસી, પીજીવીસીએલ કે માર્ગ મકાન વિભાગના પુરા દસ્તાવેજી પુરાવાઓ ન હતાં આમ છતાં આવા કાગળો આવી જશેની આશા કે વિશ્ર્વાસ
જે તે સમયે ૨૦૨૧માં તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાએ આ લાયસન્સની અરજીનો હકારાત્મક અભિપ્રાય આપી દીધો હતો. આ અભિપ્રાયના આધારે એ સમયના લાયસન્સ બ્રાંચના પીઆઇ વી.એસ.વણઝારાએ લાયસન્સ ઇશ્યૂ કરી દીધું હતું.
આજ ૨૦૨૧થી શરૂ થયેલી આ સિસ્ટમ પર ગેમઝોનમાં અંદર ઘણુ ઘણુ વધતું ગયું અને તાલુકા પોલીસ તથા લાયસન્સ બ્રાંચે ૨૦૨૪ના અતં સુધીની ગેમ ઝોનને મંજુરી આપી દીધી હતી. ગત શનિવારે અિકાંડ થયા બાદ આ લાયસન્સના કારનામા પણ ઉઘાડા પડી ગયા હતાં. સોમવારના રોજ તાબડતોબ પણે ૨૦૨૩ના એન્ડમાં એક વર્ષ માટે ૨૦૨૪ સુધી લાયસન્સ ઇશ્યૂ કરનાર એ સમયના તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.આર.પટેલ અને એ વખતના લાયસન્સ વિભાગના પીઆઇ રાઠોડ બન્નેને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતાં અને છેલ્લા પાંચ દિવસથી બન્નેને નજરકેદની જેમ રાખવામાં આવ્યા છે.
સીટ અને રાજકોટ પોલીસની તપાસ બાદ આ લાયસન્સ આપવાનો પ્રારભં થયો હતો ત્યારના દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવ્યા, ૨૦૨૧ના સમયમાં પીઆઇ જે.વી.ધોળા અને વી.એસ.વણઝારા બન્નેને ગઇકાલે અમદાવાદ સીઆઇડી ક્રાઇમ ઓફિસમાં બોલાવાયા હતાં ત્યાં બન્નેની પુછતાછ બાદ ગતરાત્રે બન્ને પીઆઇને રાજકોટ ક્રાઇમબ્રાંચમાં લાવીને બેસાડી દેવાયા છે. એવી વાતો ઉપસી છે કે, નિવેદન અને ચોકકસ પુરાવા બાદ હવે ચારથી પાંચ પીઆઇ સામે પણ ગુના નોંધીને ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.
તો અન્ય અધિકારીઓ પણ જવાબદાર બને કે નહીં ?
૨૦૨૧માં ખુલ્લા પ્લોટમાં એ સમયના પીઆઇ જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાએ લાયસન્સ ઇશ્યુ કર્યા હતાં. ત્યારબાદ તાલુકા પોલીસ મથકમાં પીઆઇ તરીકે વી.વી.વાગડિયા આવ્યા તેમના પછી ક્રાઇમ બ્રાંચના વર્તમાન પીઆઇ એમ.આર.ગોંડલિયા તાલુકા પીઆઇ હતાં અને ગોંડલિયા બાદ વી.આર.પટેલ હાલમાં વર્તમાન પીરિયડમાં તાલુકા પીઆઇ તરીકે ડી.એમ.હિરપરા છે. સવાલ એ ઉઠી રહ્યા છે કે, જે તે સમયે ખુલ્લા પ્લોટમાં લાયસન્સ ઇશ્યુ થયું હતું તો ત્યારબાદ આવડો મોટો મોતના માચડો ખડકાઇ ગયો આમ છતાં કોઇપણ પીઆઇએ તેમજ તેમની ઉપર આવતા ઉપરી અધિકારીઓ, એસીપી, ડીસીપી તથા છેલ્લે ફાઇનલ લાયસન્સ ઓથોરિટી એવા જેસીપી કક્ષાના કોઇ અધિકારીઓએ પણ કેમ કોઇ દરકાર લીધી ન હતી ? શું તેઓની કોઇ જવાબદારી બને કે નહીં ? તેવો પ્રશ્ન કાયદાના જાણકારોમાં અથવા તો અત્યારે પોલીસના સકંજામાં ફસાયેલા પોલીસ ઇન્સ્પેકટરોને ઉદભવતો હશે.
૨૦૨૧માં લાયસન્સ ઇશ્યૂ થયું ત્યારે ખુલ્લો પ્લોટ હતો
ટીઆરપી ગેમ ઝોનમાં પ્રથમ લાયસન્સ ૨૦૨૧ના વર્ષમાં તાલુકા પોલીસના અભિપ્રાય આધારે લાયસન્સ બ્રાંચ દ્રારા આપવામાં આવ્યું હતું. એ સમયે ગેમ ઝોનમાં ખુલ્લા પ્લોટમાં ગેમીંગ માટે ટીકીટ બુકિંગ અંગેની મંજુરી માગવાની હતી. પોલીસ દ્રારા ૩૩એકસ એકટ મુજબ આ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે વર્ષના સમયગાળા દરમિયાન અહીં લોખડં ફ્રેમિંગનું બે ત્રણ માળનું ૨૦૦૦ ચો.ફુટથી વધુનું ટેમ્પરરી ગેમિંગ સ્ટ્રકચર, ગેરકાયદે બાંધકામ સાથેનો મોતનો માચડો ખડકાઇ ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech