ઇઝરાયેલની દિગ્ગજ ડિફેન્સ કંપની, રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ, ભારતમાં આયર્ન ડોમ ઇન્ટરસેપ્ટર મિસાઇલો માટે ઉત્પાદન લાઇન સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે. કંપની આ સંદર્ભમાં ઘણી ભારતીય ડિફેન્સ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. જો આ કરારને અંતિમ સ્વપ આપવામાં આવે તો તે પહેલી વાર બનશે કે ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટસની બહાર ભારતમાં આયર્ન ડોમ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનું ઉત્પાદન કરવામાં આવશે. આ પહેલ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત નીતિઓ સાથે સુસંગત માનવામાં આવે છે. ભારત લાંબા સમયથી વિદેશી ડિફેન્સ કંપનીઓને સ્થાનિક ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આનાથી દેશની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે જ, પરંતુ ભારત વૈશ્વિક સંરક્ષણ પુરવઠા શૃંખલામાં મજબૂત ભૂમિકા ભજવી શકશે.હાલમાં, આયર્ન ડોમ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનું ઉત્પાદન ઉત્તર ઇઝરાયેલમાં થાય છે. રેથિયોન સાથે ભાગીદારીમાં યુનાઇટેડ સ્ટેટસમાં બીજી ઉત્પાદન લાઇન કાર્યરત છે. ભારતમાં નવી ઉત્પાદન લાઇન ખુલવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, સપ્લાય ચેઇન મજબૂત થશે અને જર પડે વૈશ્વિક માંગને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળશે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે પહેલાથી જ મજબૂત ડિફેન્સ ભાગીદારી છે. બંને દેશોએ સંયુકત રીતે બરાક–૮ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ વિકસાવી છે, જે ભારતીય સેના, નેવી અને વાયુસેના દ્રારા તૈનાત કરવામાં આવે છે. ભારતે ટૂંકા અંતરની એર ડિફેન્સ સિસ્ટમો પણ વિકસાવી છે.