હવે ઈન્ડિગો આપશે બિઝનેસ કલાસની સુવિધા

  • November 13, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિગો એરલાઈન્સ આવતીકાલ ૧૪ નવેમ્બરથી દિલ્હી–મુંબઈ ટ પર બિઝનેસ કલાસ સર્વિસ શ કરવા જઈ રહ્યું છે . ઈન્ડિગોની આ સર્વિસ શઆતમાં ૧૨ સીટ સાથે હશે. એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જર બાદ ઈન્ડિગોના આ પગલાથી એવિએશન સેકટરમાં સ્પર્ધા વધશે. ઈન્ડિગો તેના બિઝનેસ કલાસના મુસાફરોને આરામદાયક બેઠકો અને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડશે.
વિસ્તારા એરલાઈન્સના એર ઈન્ડિયા સાથે મર્જર બાદ દેશના એવિએશન સેકટરમાં નવી રેસ શ થવા જઈ રહી છે. આ 'બિઝનેસ કલાસ રન' છે. ૧૪ નવેમ્બરથી શ કરીને, દેશની સૌથી મોટી બજેટ એરલાઇન ઇન્ડિગો તેની દિલ્હી–મુંબઇ ટની લાઇટસ પર ૧૨ બિઝનેસ કલાસ સીટ ઓફર કરી રહી છે. અત્યાર સુધી, દેશમાં સૌથી મોટો બિઝનેસ કલાસ બિઝનેસ એર ઈન્ડિયા સાથે હતો અને મર્જર પહેલાં વિસ્તારા. જેમાં ઈન્ડિગો હવે ડંકો વગાડવા મેદાનમાં ઉતરી છે.
ઈન્ડિગોના એમડી રાહત્પલ ભાટિયા અને સીઈઓ પીટર એલ્બર્સે ૫ ઓગસ્ટે એરલાઈનની ૧૮મી વર્ષગાંઠ પર આની જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતનો અમલ કરવાનો સમય આવી ગયો છે. જે ૧૪મી નવેમ્બરથી શ થઈ રહી છે. આ સાથે, દેશમાં બિઝનેસ કલાસના મુસાફરોને તેમની સંબંધિત લાઇટસ તરફ આકર્ષવા માટે એક નવું યુદ્ધ શ થશે. ઈન્ડિગોએ એ પણ જાહેરાત કરી હતી કે તેમના બિઝનેસ કલાસમાં મુસાફરોને વિશ્વ કક્ષાની આરામદાયક બેઠકો અને સુવિધાઓ મળશે. જેમાં વધારાનો સામાન લઈ જવાની સાથે ભાડું પણ વધારે નહીં હોય. ઈન્ડિગોએ દિલ્હી–મુંબઈ ટ પર ૧૮૦૧૮ પિયાથી બિઝનેસ કલાસની મુસાફરી શ કરી છે. યારે આ ટ પર અન્ય એરલાઈન્સના બિઝનેસ કલાસનું ભાડું આના કરતા ઘણું વધારે છે.
હાલમાં, ઈન્ડિગો તેના ૨૨૦–સીટ –૩૨૧ નીઓ એરક્રાટમાં ૧૨ બિઝનેસ કલાસ સીટો સાથે શઆત કરી રહી છે. બાકીની ૨૦૮ બેઠકો ઈકોનોમી કલાસની હશે. પરંતુ આવનારા સમયમાં ઇન્ડિગો દેશના તમામ બિઝનેસ એર ટ પર તેના એરક્રાટમાં બિઝનેસ કલાસ સર્વિસ આપવાનું શ કરવાની યોજના ધરાવે છે. અત્યાર સુધી ઈન્ડિગો માત્ર ઈકોનોમી કલાસ માટે જાણીતી હતી. આ પ્રથમ વખત હશે યારે ઈન્ડિગોએ બિઝનેસ કલાસમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હોય.
આવતા વર્ષે મુસાફરોને વધુ એક મોટી ભેટ મળશે
દિલ્હી–મુંબઈ ટ પર પણ ઈન્ડિગો આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં તેના તમામ એરક્રાટમાં બિઝનેસ કલાસ સર્વિસ પૂરી પાડવાનું શ કરશે. આ પછી, માર્ચ ૨૦૨૫ ના અતં સુધીમાં બેંગલુ અને ચેન્નાઈના હવાઈ માર્ગેા પર આ સેવા શ કરવાની યોજના છે. ઈન્ડિગો મે ૨૦૨૬ સુધી તેના કાફલાના તમામ એરક્રાટમાં બિઝનેસ કલાસ સર્વિસ આપવાનું આયોજન કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર બાદ ઈન્ડિગો માટે પણ એક મોટો પડકાર હશે. કારણ કે, એર ઈન્ડિયા પહેલા કરતા વધુ એરક્રાટ સાથે મુસાફરોને બિઝનેસ કલાસની સેવા પૂરી પાડી શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News