જાણવા મળતી વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે રહેતા લાભુબેન છગનભાઈ પાણખાણીયા (ઉ.વ ૫૫) નામના પ્રૌઢા ગત તા. ૨ ના રોજ 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. દરમિયાન કોઈએ તેમની નજર ચૂકવી ગળામાંથી રૂપિયા 30,000 ની કિંમતનો સોનાનો ચેન સેરવી લીધો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ. હરીપરાની રાહબરિ હેઠળ પીએસઆઇ એમ.એચ. મહારાજ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા, નિકુંજભાઈ મારવીયા અને ઉગાભાઇ બાળાને મળેલી બાતમીના આધારે મહિલાનો ચેન સેરવી લેનાર મહિલાને કોરાટ ચોક પાસેથી ઝડપી લીધી હતી. ઝડપાયેલી આ મહિલાનું નામ નિકિતા ઉર્ફે નીરૂ અલ્પેશભાઈ સાવલિયા (ઉ.વ 42 રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ, ગોવિંદપરા સોસાયટી શેરી નંબર-૧ પુજારા પ્લોટની સામે, રાજકોટ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂપિયા 30 હજારની કિંમતનો ચેન કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ મહિલા સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ, ભક્તિનગર, બી ડિવિઝન, ડીસીબી માલવીયા તેમજ ગીર સોમનાથના ઉના સુરતના ખટોદર પોલીસ સ્ટેશનમાં ચોરી જુગાર સહિતના કુલ ૯ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech