BREAKING NEWS

નામચીન શખસે ઇન્સ્ટાગ્રામમાં લાઇવ ઇ ધાર્મિક લાગણી દુભાવતા શબ્દો ઉચ્ચાર્યા

  • May 26, 2026 08:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તબક્કલ ચોકમાં રહેતા યુવાને રિસ્કી દિકુડો ૩૦૭ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આ શખસે પોતાની આઈડી પર મુસ્લિમ ધર્મના વડાઓ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધાર્મિક લાગણી દુભાઇ અને બે કોમ વચ્ચે દુશ્મનાવટ  તેવું કૃત્ય આચર્યું છે. જે અંગે યુવાનની ફરિયાદ પરી ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. ધાર્મિક લાગણી દુભાવનારૂ કુત્ય આચનાર શખસ નામચીન પ્રીતેશ ઉર્ફે દીકુડો હોવાનું માલુમ પડયું છે. છરી વડે હુમલાના બનાવમાં માલવિયાનગર પોલીસે તેને સકંજામાં લીધો છે. બાદમાં ભકિતનગર પોલીસ તેને કબજો લેશે.
પ્રાપ્ત વિગતો મુજબ, જંગલેશ્વરમાં શેરી નંબર ૨૯ તવક્કલ ચોકમાં રહેતા નવાઝ સિદ્દીકભાઈ હેરંજા(ઉ.વ.૩૦) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઈડી આઈ આઈ રિસ્કી દિકુડો ૩૦૭ આઇઆઇના આઈડી ધારકનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શ્રમ શ્રદ્ધા ચોક ખાતે પાનની દુકાન ધરાવે છે.
ગઇ તા. ૨૫/૫ ના રાત્રીના બારેક વાગ્યા આસપાસ તે મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ જોતો હતો. ત્યારે તેના મિત્ર મોહસીન એ તેના ઇન્સ્ટા આઈડી રિશ્કીમિયા ૫૧૫ માં મેસેજ આવેલ. જેમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયોનો મેસેજ હોય જે મેસેજવાળો વીડિયો જોતા રિસ્કી દિકુડો ૩૦૭ નામના આઈડી પરી લાઈવ કરેલ હોય જેમાં પયંગબર સાહેબ અને મુસ્લિમ ધર્મના વડા તા સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ તે રીતે વીડિયોમાં અભદ્ર ભાષા બોલતો હોય અને મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ તે રીતે શબ્દો બોલ્યા હતા તેમજ જુદી-જુદી કોમના વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આશયી મુસ્લિમ સમુદાયની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી તેની લાગણીઓ દુબઈ તેવા ઈરાદાી આ શખસે પોતાના ઇન્સ્ટા આઈડીમાં લાઇવ વિડિયો કરેલ હોય જેી આ અંગે યુવાને ફરિયાદ નોંધાવી જે ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈડીધારક સામે બીએનએસની કલમ ૧૯૬ (એક),(ક), ૨૯૯ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.પોલીસ તપાસમાં ધાર્મિક લાગણી દુભાઇ તે પ્રકારના શબ્દો ઉચ્ચારના આ આઇડી ધારક કુખ્યાત પ્રતિશે ઉર્ફે દીકુડો ગોચેટા હોવાનું માલુમ પડયું છે. મવડી વિસ્તારમાં મહિરાજ હોટલે યુવાનને છરીના ઘા ઝીંકી દેવાના ગુનામાં માલવિયાનગર પોલીસે તેને સંકજામાં લીધો છે. બાદમાં ભકિતનગર પોલીસે તેની ધરપકડ કરશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application