કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાનો પુત્ર હિતેશ રિવોલ્વર સાથે ઝડપાયો

  • May 27, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાના પુત્ર હિતેશને ગેરકાયદેસર રિવોલ્વર સાથે એસઓજીએ મોરબી રોડ પરથી ઝડપી લઈ આગળ પૂછપરછ હાથ ધરતા અજયસિંહનું નામ આપ્યું છે અને બે હથિયાર તેની પાસેથી રૂ. ૫૫ હજારમાં ખરીદ્યાની કબુલાત આપતા સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.


પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખી ફરતા શખ્સોની તપાસ કરી તેને ઝડપી પાડવા માટે સૂચના આપતા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા અને ફિરોજભાઈ રાઠોડને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી રોડ જકાતનાકાથી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રિજ નીચે નામચીન હિતેશ ધામેલીયા કોઈ હથિયાર સાથે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજીએ સ્થળ પર પહોંચી હિતેશને રોકી અંગ ઝડતી કરતા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર કિં.રૂ. 10 હજારની મળી આવતા હિતેશને ઝડપી લઇ હથિયાર કબ્જે કર્યું હતું.

ઝડપાયેલા હિતેશની પૂછપરછમાં પોતે બે હથિયાર અજયસિંહ નામના વ્યક્તિ પાસેથી રૂ. 55 હજારમાં ખરીદ્યા હતા જેમાંથી એક હથિયાર કુખ્યાત વિપુલ બગથરીયાને આપ્યું હતું, જ્યારે એક હથિયાર પોતાની પાસે રાખ્યું હતું. હિતેશની કબૂલાતના આધારે અજયસિંહની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુખ્યાત વિપુલ બગથરીયાને અગાઉ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે ઝડપી લીધો હતો જેમાં આ હથિયાર હિતેશએ આપ્યું હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે એસઓજીએ હિતેશને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application