ચોરી અને મારામારી સહિતના ૩૧ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત મેહુલ ઉર્ફે ભુરીને પાસા

  • February 13, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારામારી,ચોરી સહિતના ૩૧ ગુનામાં સંડોવાયેલા નવલનગરમાં રહેતા કુખ્યાત મેહત્પલ ઉર્ફે ભુરી સામે પોલીસ કમિશનરે પાસાનું વોરટં ઇશ્યુ કયુ હતું. માલવીયાનગર પોલીસે આ વોરંટની બજવણી કરી આરોપીને ભુજ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે શહેરમાં ગુનાખોરીને ઘટાડવા ગુના કરવાની ટેવવાળા શખસો વિદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માલવયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈ દ્રારા અગાઉ સંખ્યાબધં ગુનામાં સંડોવાઈ ચૂકેલા કુખ્યાત મેહત્પલ ઉર્ફે ભુરી ઉર્ફે મામુ ધનજીભાઈ જેઠવા (ઉ.વ ૨૭ રહે. મવડી પ્લોટ, વિશ્વેશ્વર મંદિર પાછળ, નવલનગર શેરી નંબર ૯) વિદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી હતી. પોલીસ કમિશનર બ્રેજેક કુમાર ઝાએ આ દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી આરોપી વિદ્ધ પાસાનું વોરટં ઇશ્યૂ કયુ હતું.
જેથી માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે આરોપી મેહત્પલ ઉર્ફે ભુરીની પાસા હેઠળ અટકાયત કરી તેને ભુજ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે. આરોપી મેહત્પલ ઉર્ફે ભુરી સામે રાજકોટના માલવીયાનગર, તાલુકા પોલીસ, ભકિતનગર, એ ડિવિઝન, યુનિવર્સિટી, ગાંધીગ્રામ, આજીડેમ અને અમરેલીના ધારી પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી, વાહન ચોરી મારામારી સહિતના ૩૧ ગુના નોંધાઈ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application