વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પ્રેમ અને મિત્રતાના પ્રતીકરૂપ આ દિવસને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ કપલ્સ માટે ખૂબ જ ખાસ છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થતો વેલેન્ટાઇન વીક 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. પરંતુ શું જાણો છો કે દુનિયામાં કેટલાક દેશો એવા છે જ્યાં વેલેન્ટાઇન ડે ઉજવવા પર પ્રતિબંધ છે. આ દેશોમાં જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને કડક સજા થઈ શકે છે.
જેમાંથી એક છે સાઉદી અરેબિયા. તે એક ઇસ્લામિક રાષ્ટ્ર છે જ્યાં શરિયા કાયદો લાગુ પડે છે. અહીં વેલેન્ટાઇન ડે પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અહીંની સરકાર માને છે કે તે પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને ઇસ્લામિક પરંપરાઓ સાથે મેળ નથી ખાતી. સાઉદી અરેબિયામાં વેલેન્ટાઇન ડે દરમિયાન ફૂલ, કાર્ડ અને ચોકલેટ આપવાનું પણ ગેરકાયદેસર માનવામાં આવે છે.
ઈરાનમાં પણ વેલેન્ટાઈન ડેને પશ્ચિમી સંસ્કૃતિ તરીકે જોવામાં આવે છે. ઈરાની સરકારના મતે વેલેન્ટાઇન ડે ઉજવવો એ ઇસ્લામિક માન્યતાઓની વિરુદ્ધ છે. ઘણી વખત સરકારી અધિકારીઓ વેલેન્ટાઇન ડે પર ખાસ ઝુંબેશ શરૂ કરે છે અને તેનાથી સંબંધિત વસ્તુઓ જપ્ત કરી લે છે. આ દિવસે મીડિયા પર પણ તેના પ્રચાર માટે કડક નજર રાખવામાં આવે છે.
ત્યારે પાકિસ્તાનમાં પણ વેલેન્ટાઇન ડેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 2018માં પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટે એક આદેશ આપ્યો હતો. જેમાં તેની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ દિવસ પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે માટે તે અયોગ્ય છે, જે દેશની ઇસ્લામિક સંસ્કૃતિ સાથે અસંગતતા ઉભી કરે છે.
આ દેશોમાં ઉઝબેકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ત્યાં પણ વેલેન્ટાઇન ડે નથી ઉજવવામાં આવતો. જોકે, 2012 સુધી આવું નહોતું. બાદમાં અહીંની સરકારે વેલેન્ટાઇન ડેની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો. 14 ફેબ્રુઆરીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રીય નાયક અને મુઘલ સમ્રાટ બાબરનો જન્મદિવસ છે. માટે આ દિવસે લોકો વેલેન્ટાઇન ડે ઉજવવાને બદલે બાબરનો જન્મદિવસ ઉજવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, 9 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીએ હિંસા વચ્ચે આપ્યું હતુ રાજીનામું
February 13, 2025 08:39 PMજામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો આક્ષેપ... ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
February 13, 2025 07:31 PMકોગ્રેસ નેતા પરેશ ધાનાણી જામ જોધપુર ની ગલીઓમા ફર્યા...અને કર્યો પ્રચાર
February 13, 2025 07:23 PMયે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો
February 13, 2025 07:15 PMધર્મગુરૂ દલાઈ લામાની સુરક્ષામાં વધારો, કેન્દ્રએ તેમને Z શ્રેણીની આપી સુરક્ષા
February 13, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech