રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાપો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગુનાખોરી આચરતા શખસો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા સુચનાના પગલે પી.સી.બી. ના પી.આઈ. એમ.આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.બી.ત્રાજીયા, આર. કે. જાડેજાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફે દારૂ, ધમકી, લૂંટ, મારામારી સહિત ૧૯ ગુનામાં કરાર નામચીન મનીષ ગીરીશભાઈ પાંઉ(ઉવ ૨૮) (રહે જય ભવાની કૃપા કષ્ટભંજન રોડ લાખના બંગલા પાછળ ગાંધીગ્રામ) અને દારૂ, મારામારી સહિત ત્રણ ગુનામાં કરાર જય મુકેશભાઈ વાઢેર (ઉ વ ૨૭) (રહે સદગુરુ પાર્ક, મોદી સ્કૂલની સામે કીડવાઈનગર)ને અટકાયતમાં લેવા બન્ને વિરુદ્ધ પાસા વોરંટની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી આપી હતી. જે દરખાસ્ત મંજુર કરવામાં આવતા પીસીબીની ટીમે બંનેને અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યા છે. મનીષ વિરુદ્ધ ડીસીબીમાં છ, એ ડિવિઝન, મોરબી એ ડિવિઝન, ગાંધીગ્રામમાં છ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ત્રણ, યુનિવર્સિટીમાં એક, રાજકોટ ગ્રામ્ય શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં દારૂ, ધમકી, લૂંટ, મારામારી સહિતના ૧૯
ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમજ શખસ જય વિરુદ્ધ ારૂ, મારામારી સહિત ત્રણ ગુના ગાંધીગ્રામમાં બે,એ ડિવિઝનમાં નોંધાઈ ચૂક્યા છે.આ કામગીરીમાં એએસઆઈ મથુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, રાજુભાઈ દરેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કીરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપ સિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી,ઇન્દ્રજીતસિંહ સિસોદિયા, જયેશભાઈ ગઢવી પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા,દેવરાજભાઈ કાળોતરા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી,હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે સાથે રહ્યા હતા...