મત્સ્યોદ્યોગની યોજનાકિય સહાય માટે આઈ - ખેડૂત પોર્ટલ પર અરજી કરવા સૂચના

  • August 26, 2023 12:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકાર દ્રારા જળાશયમા મત્સ્ય બીજ સંગ્રહ, બોટ નેટ, પ્લાસ્ટીક ક્રેટ, ફીશ કલેક્શન કમ પેટ્રોલીંગ બોટ, ઇનસ્યુલેટેડ બોક્ષ, નવા તળાવ બાંધકામ તથા ઇનપુટ સહાય, તેમજ મત્સ્ય બીજ ઉછેર જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત નાણાંકીય સહાય આપવામા આવે છે. 


આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા નાગરિકોએ આ અંગેની વધુ માહિતી માટે ગુજરાત સરકારના www.ikhedut.gujarat.gov.in પોર્ટલની મુલાકાત લેવાની રહેશે. આ ઉપરાંત, વધુ માહિતી માટે તેમજ કે.સી.સી કાર્ડનો લાભ લેવા માટે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન -૨, રેસકોર્ષ રોડ, બહુમાળી ભવન, પાંચમો માળ, બ્લોક નંબર-૭, રાજકોટ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવા મદદનીશ મત્સ્યોધોગ નિયામકની યાદીમાં જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application