જામનગર તાલુકામાં દરેડ ગામ અને તેની આસપાસના વિસ્તારો માટે જાહેરનામુંં બહાર પડાયુંં
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગર તરફથી મળેલ અહેવાલ અનુસાર જામનગર તાલુકાના દરેડ ગામમાં કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાયેલો છે. તેથી આ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે દરેડ ગામને કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માટે અને તેની આજુબાજુના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માટે દરખાસ્ત સામે આવી છે.
કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલાં લેવા માટે એપેડેમિક ડિસીઝ એક્ટ નંબર 3 ઓફ 1897 અન્વયે કોલેરા રોગ નિયંત્રણની કલમ- 2 પ્રમાણે તેમને મળેલ અધિકારની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડયા, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના પરિશિષ્ટ- 1 મુજબ જામનગર તાલુકાના દરેડ ગામનો વિસ્તાર કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર અને પરિશિષ્ટ- 2 મુજબ જામનગર તાલુકાના દરેડ ગામની આસપાસનો 2 કિ.મી. સુધીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.
એપેડેમિક ડિસીઝ એક્ટ-1897 ની કલમ- 3 હેઠળ પરિશિષ્ટ- 1 અને પરિશિષ્ટ- 2 માં જણાવેલા વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી, જામનગરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે તેમની નિમણુંક કરવામાં આવે છે અને તેમને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉક્ત જાહેરનામાની બહોળી રીતે પ્રસિદ્ધિ કરાવવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech