દક્ષિણ ઝોન મામલતદાર કચેરી દ્વારા મિલકત જપ્તીની 50 આસામીને નોટિસ

  • September 18, 2023 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેંકમાંથી લોન લઈને તેના હપ્તા અને વ્યાજની રકમ સમયસર નહીં ભરી આપ્નાર આસામીઓની મિલકત જપ્તીમાં લેવાની કલેકટરની સૂચના છતાં કોઈ કાર્યવાહી ન થતા આ મામલે રેવન્યુ ઓફિસરોની ગયા સપ્તાહે મળેલી બેઠકમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી. કલેકટરની સૂચના પછી મામલતદાર કચેરી નું તંત્ર ધગ્યું છે અને દક્ષિણ ઝોન મામલતદાર કચેરી દ્વારા 50 આસામીને મિલકત જપ્તીની નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ ઝોન મામલતદાર કચેરી હસ્તક મિલકત જપ્તી ને લગતી 263 ફાઈલ છે તેમાંથી આગામી તારીખ 20 સુધીમાં આ તમામ 50 નોટિસની બજવણી કરી દેવામાં આવશે.
દક્ષિણ ઝોન મામલતદાર કચેરી નીચે મિલકત જપ્તીને લગતા એક કિસ્સામાં સાડા ચાર કરોડ અને બીજા કિસ્સામાં સવા ત્રણ કરોડનું લેણું નીકળે છે.
પૂર્વ, પશ્ચિમ અને તાલુકા મામલતદાર કચેરીઓ દ્વારા પણ મિલકત જપ્તીની નોટિસ બજવણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ 700 જેટલા કેસ મામલતદાર કક્ષાએ પેન્ડિંગ છે. મિલકત જપ્તીની કાર્યવાહી માટે કલેક્ટરે જે તે વિસ્તારના મામલતદારોને અધિકૃત કયર્િ છે. બેંકોની પછી આખરે આ દિશામાં હવે કામ શરૂ થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application