અંબર જંકશન પાસે ફલાયઓવરની કામગીરીનાં કારણે રસ્તો બંધ કરતુ જાહેરનામુ

  • April 17, 2025 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુ. કમિશનરે બે જાહેર નોટીસ બહાર પાડી: ​​​​​​​તા.૧૮થી તા.૩૦ મે સુધી જી.જી. હોસ્પિટલથી તીનબત્તી તથા ગુરુ​​​​​​​દ્વારા​​​​​​​ જંકશન તરફ જતા રસ્તાની અંબર જંકશનની આવક-જાવક બંધ

જામનગરમાં ફલાયઓવર બ્રીજની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી અંતિમ તબકકામાં છે ત્યારે તા.૧૮-૩-૨૫થી તા.૩૦-૫-૨૫ સુધી જી.જી. હોસ્પિટલથી તીનબતી તથા ગુરુ​​​​​​​દ્વારા જંકશન તરફ જતા રસ્તાની અંબર જંકશન પરથી આવક-જાવક બંધ રહેશે અને ડાયવર્ઝન મુજબ અંબર જંકશનથી જુના રેલ્વે સ્ટેશન તરફના ગાળા મારફત તીનબતી તથા ગુરુ​​​​​​​દ્વારા તરફ જઇ શકાશે તેવી જાહેર નોટીસ મ્યુ. કમિશનર ડી.એન. મોદીએ બહાર પાડી છે. 


આ જાહેર નોટીસમાં જણાવાયુ છે કે ઓવરબ્રીજની કામગીરી ચાલુ છે, મહાપાલિકાની હદમાં સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધીના માર્ગ પર ફોરલેન એલીવેટેડ ફલાયઓવર બ્રીજ કામગીરી અંતર્ગત અંબર જંકશન પરના કનેકટીંગ સ્લેબની કામગીરીના અનુસંધાને અંબર જંકશન સલામતીના ભાગરુ​​​​​​​પે દોઢ મહિના સુધી તમામ વાહનવ્યવહાર ડાયવર્ટ કરવા નોટીસ બહાર પાડી છે.


નાગનાથ જંકશનથી જી.જી. હોસ્પિટલ તરફ જતા રસ્તાની અંબર જંકશન પાસેથી આવક-જાવક બંધ રહેશે જેના ડાયવર્ઝન રુ​​​​​​​ટ મુજબ આઇસીઆઇસીઆઇ બેંક તરફના ગાળા મારફત અંબર ટોકીઝ તરફ જતા જી.જી. હોસ્પિટલ જઇ શકાશે. તેમજ ગુરુ​​​​​​​દ્વારા જંકશનથી અંબર જંકશન થઇ નાગનાથ જંકશન તરફના બંને સાઇડના આવકજાવકના રસ્તા ચાલુ રહેશે. 


બીજી નોટીસમાં જણાવાયુ છે કે સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીના માર્ગમાં બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા નાગનાથ જંકશનના રેમ્પ સ્લેબ સહિતના કામગીરીના અનુસંધાને સુભાષબ્રીજથી નાગનાથ સુધી તા.૧૮થી તા.૩૦ સુધીના સમયગાળા દરમ્યાન વાહન-વ્યવહાર ડાયવર્ટ કરવા નોટીસ પાઠવવામાં આવે છે. 


વૈકલ્પિક વ્યવસ્થા માટે સુભાષબ્રીજથી નાગનાથ જંકશન સુધી રસ્તા પરથી આવકજાવક બંધ રહેશે જેના ડાયવર્ઝન રુ​​​​​​​ટ મુજબ સુભાષબ્રીજ જંકશનથી નાગનાથ ગેઇટ થઇ જઇ શકાશે. નાગનાથ ગેઇટથી અંબર જંકશન તથા સુભાષબ્રીજ તરફનો આવકજાવકનો રસ્તો હયાત ગાળા મારફત ચાલુ રહેશે. 


અંબર ચોકડી પાસે સ્લોપ બનાવવા વિચારણા થશે: ચેરમેન 

ફલાયઓવર બ્રીજનું કામ પુર્ણતાના આરે છે ત્યારે જુન સુધીમાં આ કામ પુરું થઇ જશે ત્યારે અગાઉ સ્લોપ બનાવવાનું કામ રદ કરવામાં આવ્યું ન હતું અને પેન્ડીંગ રાખવામાં આવ્યું હતું જાણવા મળતી માહિતી મુજબ રેલ્વેની જમીન મેળવવા માટે પ્રયાસ ચાલુ છે. ક્ધસલન્ટન્ટે અગાઉ બે પ્રીન્ટ રજુ કરી હતી તેમાં કઇ સાઇડથી સ્લોપ બનાવવો તે અંગે વિચારણા થઇ રહી છે તેમ સ્ટે.કમીટીના ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું હતું. સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવ્યા બાદ કેવી રીતે સ્લોપ બનાવવો તે અંગે નકકી થશે. 


એવી વાત પણ બહાર આવી રહી છે કે અગાઉ મ્યુ. કમિશનરે પણ જણાવ્યું હતું કે સ્લોપ બનાવવાનો પ્રોજેકટ પેન્ડીંગ રાખવામાં આવ્યો નથી. અને રેલ્વેની જમીન મેળવવા અંગેની વિચારણા ચાલુ છે હવે સ્ટે. કમિટી કેવો નિર્ણય લે છે તેના ઉપર બધુ નિર્ભર છે. આમ તો હાલ હજુ સતાવાર રીતે કોઇપણ પ્રકારની જાહેરાત સ્લોપની થઇ નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application