લોધીકા તાલુકાના પાળ દરબાર તરીકે ઓળખાતા હરિશ્ચંદ્રસિંહ બી. જાડેજાની જુદા જુદા ગામોના સર્વે નંબરોમાં આવેલી અબજો રૂપિયાની કિંમતી જમીનો પૈકી પાળ ગામે આવેલ જમીનો સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરે હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હોવાના અર્થઘટન સાથે આ જમીન સરકારમાં દાખલ કરવા અને રેવન્યુ રેકર્ડમાં તેની નોંધ દાખલ કરવાના કરેલા હુકમ સામે પાળ દરબાર અને વારસ દરજ્જે અમરસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ જિલ્લા કલેકટરના આ હુકમને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશનું મનઘડંત અર્થઘટન તેમજ
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના સમાન ગણાવી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવા ઉપરાંત આ બાબતે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટને પણ જાણ કરવા તજવીજ હાથ ધરાઈ હતી.
પાળ દરબાર અને વારસ અમરસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા વગેરે વતી જિલ્લા કલેક્ટર અને લોધીકા મામલતદારને આપવામાં આવેલી નોટિસમાં એવા મતલબનો દાવો કરવામાં આવ્યો છે કે, ખરેખર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટનો સરકારમાં દાખલ કરવાનો આદેશ ફક્ત રાજકોટના રૈયા ગામ મુકામે આવેલ રે.સ.નં. ૨૫૦ની જમીન બાબતે હતો. તેમાં નકુલન એસ. પનીકર વિરૂધ્ધ કાતીલાલ અંબાલાલ પટેલ વચ્ચેનો વિવાદ પહોંચતા ગુજરાત હાઈકોર્ટે ફર્સ્ટ અપીલ તથા અન્ય અપીલમાં સંયુક્ત રીતે હુકમ ફરમાવી રૈયાના રે.સ.નં ર૫૦ની જમીન એકર ૧૯૮-૩૯ બાબતે એક કમિટી રચવા આદેશ કરેલ, જેમાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર, રાજકોટ તાલુકા મામલતદાર તથા રાજકોટ ડિસ્ટ્રિકટ કોર્ટના જવાબદાર અધિકારીને રૈયાના રે.સ. નં.૨૫૦ની જમીનનો કબ્જો રિસિવર તરીકે કમિટીને સોંપવા આદેશ કરેલ. આ આદેશ ફક્ત રૈયાના રે.સ.નં. ૨૫૦ પુરતો જ છે. તેમાં પાળ દરબારની અન્ય કોઈ ખેતી જમીન બાબતે ઉપરોકત કમિટીને કબ્જો સોંપવો તેવો કોઈ આદેશ ન હોવા છતાં રાજકોટ જિલ્લા કલેકટરે ગુજરાત હાઈકોર્ટે કે સુપ્રીમ કોર્ટે પાળની જગ્યા બાબતે કરેલ ઉપરોકત કાર્યવાહીના આદેશને ઉચ્ચ અદાલતોના આદેશનું વિકૃત અર્થઘટન કર્યું હોવાનું જણાવ્યું છે. હાઈકોર્ટે ક્યારેય પાળ ગામની જમીનના કબ્જાનો કમીટીને સોંપવા હુકમ કરેલ નથી, તેમ છતાં હાઈકોર્ટના ફર્સ્ટ અપીલના કામે તા. ૧૮/ ૭/ ૧૨ના હુકમથી નિયત થયેલ કમિટીને સોંપવા અને રેવન્યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવા મોકલ્યાની નોટિસ મળી હતી, આ અનુસંધાને પાળ દરબારના અમરસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા સહિતના વારસો વતી લોધીકા મામલતદાર તેમજ જિલ્લા કલેકટરને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ આપવા ઉપરાંત ઉચ્ચ અને વડી અદાલતમાં આ બાબતે જાણ કરવા તજવીજ હાથ ધરાઈ હતી. આ કામમાં હાલના અરજદારો વતી એડવોકેટ દરજજે વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમા ભારમલ વિગેરે રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech