સ્ટાઈપેન્ડના ચૂકવણાની વિગતો ના આપતા પોરબંદર સહિત રાજયની ૧૦ મેડિકલ કોલેજને નોટિસ ફટકારી

  • November 30, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજ દવારા યુજી૬ ઈન્ટર્ન, પીજી રેસિડેન્ટ અને સિનિયર રિસિડેન્ટને ચુકવવામાં આવતા સ્ટાઈપેન્ડની વિગતો દર મહિનાની ૫મી તારીખ સુધીમાં મેઇલ કરવા સૂચના આપવામાં આવેલી છે. આમ છતા દેશભરની ખાનગી અને સરકારી મેડિકલ કોલેજ દવારા આવા ડેટા આપવામા રીતસર ઠાગાઠૈયા કરવામા આવતા આખરે સુપ્રિમ કોર્ટના હત્પકમ અન્વયે અપાયેલ સૂચનાનું પાલન નહી કરનાર મેડિકલ કોલેજ સામે કાયદાકીય રહે કામગીરી કરવા એનએમસીમ એ મન બનાવી લીધું છે. આ સૂચનાનું ઉલ્લ ંઘન કરનાર ગુજરાતની ૩ સરકારી અને ૭ ખાનગી કોલેજોને નેશનલ મેડિકલ કમિશન દ્રારા નોટિસ ફટકારવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજમા પોરબંદર, સુરત અને ગોધરાનો સમાવેશ થયો છે.
નેશનલ મેડિકલ કમિશન દ્રારા દેશની ૧૧૫ સરકારી અને ૮૩ ખાનગી મેડિકલ કોલેજોને યુજી ઈન્ટર્ન, પીજી રેસિડેન્ટ અને સિનિયર રેસિડેન્ટને ચૂકવાયેલ સ્ટાઇપેન્ડની વિગતો સબમિટ ન કરવા બાબતે નોટીસ ફટકારી છે, જેમા ગુજરાતની ૧૦ કોલેજનો સમાવેશ થાય છે. સુપ્રિમ કોર્ટના હત્પકમ અન્વયે અપાયેલ સૂચનાનું પાલન ન કરનારી કોલેજો સામે કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
એનએમસીએ તેની નોટિસમાં જણાવ્યુ છે કે, સુપ્રીમ કોર્ટના હત્પકમ અંતર્ગત દેશની તમામ મેડિકલ કોલેજોને સૂચના આપવામાં આવી હતી કે, તમારી મેડિકલ કોેલજોમાં યુજી ઈન્ટર્ન, પીજી રેસિડેન્ટ અને સિનિયર રિસિડેન્ટને ચુકવવામાં આવતા સ્ટાઈપેન્ડની વિગતો સબમિટ કરવાની રહેશે. કોલેજોને સ્પષ્ટ્ર આદેશ અપાયો હતો કે, દરેક મહિનાની ૫મી તારીખ સુધીમાં એનએમસીની ઈ–મેઈલ આઈડી પર મેઈલ કરી વિગતો મોકલી દેવાની રહેશે. તેમ છતાં દેશની કેટલીક મેડિકલ કોલેજો દ્રારા આ વિગતો મોકલવામાં આવી નથી, જે ઘણી ગંભીર બાબત છે. જેથી ગંભીર બેદરકારી પૂર્વક દ્રારા કારણદર્શક નોટીસ આપી ખુલસો પુછવામાં આવ્યો છે કે, તમારી સામે શા માટે કાર્યવાહી કરવામાં ન આવે.
કેટલીક મેડિકલ કોલેજો દ્રારા સ્ટાઈપેન્ડ ચુકવાતુ ન હોવાની ફરિયાદો ઉઠી હતી.આથી મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈ સુપ્રીમ કોર્ટ દ્રારા ગત ૨૩ એપ્રિલના રોજ એક હત્પકમ જાહેર કર્યેા હતો. જેમાં સુપ્રિમ કોર્ટે નેશનલ મેડિકલ કમિશનને તાકીદ કરી હતી કે, દેશભરની તમામ મેડિકલ કોલેજોમાં ચુકવાતા સ્ટાઈપેન્ડની વિગતો મેળવવામાં આવે. સુપ્રિમના આદેશ અનુસાર એનએમસી એ તમામ મેડિકલ કોલેજોને નોટિસ આપી જણાવ્યુ હતુ કે, તમારી કોલેજમાં ચુકવાતા સ્ટાઈપેન્ડ અંગેની વિગતો દર મહિને મોકલવી ફરજિયાત છે

નોટિસ મળેલ ખાનગી કોલેજ
– કિરણ મેડિકલ કોલેજ, સુરત
– સાલ ઈન્સ્િટટયુટ ઓફ મેડિકલ સાયન્સ, અમદાવાદ
– સ્વામિનારાયણ ઈન્સ્િટટયુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, કલોલ
– ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ એન્ડ ઈન્સ્િટટયુટ, ભચ
– ડો.એમ.કે.શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ
– જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, હિંમતનગર
– જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ધારપુર પાટણ...

નોટિસ મળેલ સરકારી કોલેજ

– સુરત મ્યુનિ. ઈન્સ્િટટયુટ ઓફ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ–સુરત
– ગવર્મેન્ટ મેડિકલ કોલેજ–પોરબંદર
– ગવર્મેન્ટ મેડિકલ કોલેજ– પંચમહાલ ગોધર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News