મુંબઈ અને દિલ્હી જેવા ધમધમતા શહેરોમાં મોંઘવારી વધારે છે, આ શહેરોમાં ટકી રહેવા માટે હવે આખા પરિવારે ફરજિયાત કમાવું પડે છે અને ખરેખર આવું જ છે. જોકે, તાજેતરના આંકડા દર્શાવે છે કે માત્ર મુંબઈ અને દિલ્હી જ નહીં, પરંતુ બીજા શહેરમાં પણ આ શહેરો કરતાં વધુ ઘરેલું આવક છે. જેમાં બેંગલુરૂ ટોચ પર છે. આ શહેરોની યાદીમાં ગુજરાતનું વડોદરા ચોથા ક્રમે છે, જ્યારે અમદાવાદ અને સુરતનો પણ સમાવેશ થાય છે.
2025-26ના આંકડા અનુસાર, સરેરાશ ઘરેલું આવકના સંદર્ભમાં બેંગલુરુ દિલ્હી અને મુંબઈને પાછળ છોડી ગયું છે. દેશમાં સૌથી વધુ ઘરેલું આવક સાથે બેંગલુરુ ટોચ પર છે, જ્યારે રાજધાની દિલ્હી ત્રીજા સ્થાને છે, જ્યારે સપનાના શહેર તરીકે ઓળખાતું મુંબઈ પાંચમા સ્થાને છે.
આ આંકડા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ તેમના એક્સ એકાઉન્ટ એક્સ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, તેમણે પ્રાઇસ અને ટાટા સન્સના 2025-26ના સંશોધનના આધારે આ આંકડા રજૂ કર્યા છે. તેમણે પોસ્ટને કેપ્શન આપ્યું, દિલ્હી ત્રીજા ક્રમે છે, મુંબઈ પ્રતિ ઘર આવકના સંદર્ભમાં પાંચમા ક્રમે છે. બેંગલુરુ અને ચંદીગઢ યાદીમાં ટોચ પર છે.
આ ચાર્ટ મુજબ, બેંગલુરુ ચાર્ટમાં આગળ છે, જેની સરેરાશ વાર્ષિક ઘરેલું આવક આશરે 28 લાખ રૂપિયા છે, જે દેશમાં સૌથી વધુ છે. ચંદીગઢ પણ આ યાદીમાં સમાન સ્થાન ધરાવે છે. બંને શહેરોની આવક લગભગ સમાન છે, ચંદીગઢ બીજા ક્રમે છે. દિલ્હી જેની સરેરાશ વાર્ષિક ઘરેલુ આવક આશરે 26 લાખ રૂપિયા છે તે ત્રીજા ક્રમે છે. વડોદરા ચોથા ક્રમે છે અને ત્યારબાદ મુંબઈ 25 લાખ રૂપિયા સાથે આવે છે.
આ ચાર્ટ મુજબ, ઘણા શહેરો વચ્ચે આવકનો તફાવત ખૂબ જ ઓછો છે. પુણે, તિરુવનંતપુરમ, સુરત અને હૈદરાબાદમાં, સરેરાશ ઘરગથ્થુ આવક વાર્ષિક રૂ.22 લાખથી રૂ.24 લાખ છે. કોઈમ્બતુરમાં, સરેરાશ આવક વાર્ષિક 20 લાખ રૂપિયા છે. અમદાવાદ, કોચી અને ચેન્નાઈમાં આ આંકડો વાર્ષિક 19 લાખ રૂપિયા છે.
આ રેન્કિંગ મુજબ, તિરુપુર, જયપુર, લખનૌ, કોલકાતા, મદુરાઈ, રાંચી અને છત્રપતિ સંભાજીનગર જેવા નાના શહેરો પણ આમાં સામેલ છે. આ શહેરોમાં સરેરાશ ઘરગથ્થુ આવક વાર્ષિક રૂ.15થી 18 લાખ સુધીની છે.