માત્ર બોમ્બની ધમકી જ નહીં, આ નાની બાબતો પણ પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગનું બને છે કારણ

  • October 21, 2024 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેસેન્જર પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકીઓ મળી રહી છે. ગઈકાલે 25 પેસેન્જર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. કારણકે તેમને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. જો છેલ્લા 7 દિવસની વાત કરીએ તો લગભગ 90 વિમાનોને બોમ્બની ધમકી મળી છે અને આ ટ્રેન્ડ ચાલુ છે.


ઇમરજન્સી લેન્ડિંગ મુસાફરોને માત્ર પરેશાન કરતું નથી પરંતુ તેમનામાં અસુરક્ષાની લાગણી પણ પેદા કરી રહી છે. જાણો કે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે બોમ્બનો ખતરો હોય કે પછી કોઈ અન્ય સંજોગોમાં પણ આવું થાય છે.


કયા સંજોગોમાં ઈમરજન્સી લેન્ડિંગ થાય છે?


એરલાઇન ઉદ્યોગમાં સલામતીનું સર્વોચ્ચ મહત્વ છે અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો ઝડપી ઉકેલ શોધવો જરૂરી છે. જ્યારે પણ પ્લેનમાં કોઈ સંકટનો સામનો કરવો પડે છે જેમાં મુસાફરોના જીવ જોખમમાં હોય શકે છે, ત્યારે પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે. જાણો બોમ્બની ધમકી સિવાય કયા સંજોગોમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે.


એન્જિનમાં પ્રોબ્લમ


જો પ્લેનના એન્જીનમાં ટેક્નિકલ ખામી હોય, જેમ કે એન્જીન બંધ થઈ જાય અથવા એન્જીનમાંથી કોઈ અસામાન્ય અવાજ આવે તો પાઈલટે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડી શકે છે.


ઇલેક્ટ્રિકલ ફેલ્યોર

એન્જિનની સમસ્યા ઉપરાંત જો પ્લેનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કોઈ ખામી હોય જેમ કે નેવિગેશન લાઇટ્સ કામ કરવાનું બંધ કરે છે તો ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડી શકે છે. જો આમ કરવામાં નહીં આવે તો પાઈલટને યોગ્ય દિશામાં લેન્ડિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.



પાયલોટની હેલ્થ કંડીશન


પ્લેનની ટેકનિકલ સમસ્યા ઉપરાંત પાઈલટની તબિયત ખરાબ હોવાને કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવે છે. જો કોઈ પાઈલટને અચાનક હાર્ટ એટેક આવે અથવા તેની તબિયત એટલી ખરાબ થઈ જાય કે તે ભાન ગુમાવી બેસે તો કો-પાઈલટને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવા માટે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે.


ખરાબ હવામાન


જો પ્લેન અચાનક ભારે વરસાદ, હિમવર્ષા અથવા જોરદાર પવનનો સામનો કરે છે તો પાઇલટને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડી શકે છે. કારણકે ખરાબ હવામાનની સ્થિતિમાં ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવો એ મુસાફરોની સુરક્ષા માટે જ જરૂરી નથી પરંતુ વિમાનને થતા નુકસાનને પણ અટકાવે છે.


ફયુલની તંગી


જો કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે પેસેન્જર પ્લેનમાં ફયુલ ખતરનાક સ્તરે પહોંચે છે એટલે કે ઝડપથી ખતમ થવા લાગે છે, તો પાયલોટે સુરક્ષિત સ્થાન પર ઉતરાણ કરવા ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવો પડશે.


ઈમરજન્સી લેન્ડિંગ માટેની પ્રક્રિયા શું છે?


એવું નથી કે પાયલોટ ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણય જાતે જ લે છે. આ માટે એક પ્રક્રિયાને અનુસરવી પડશે. ઉદાહરણ તરીકે જો કોઈ પાઈલટને ઈમરજન્સી લેન્ડિંગ કરવું હોય તો તે પહેલા એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ)નો સંપર્ક કરે છે અને તેને પરિસ્થિતિ વિશે જાણ કરે છે. આ પછી ATC પરિસ્થિતિની ગંભીરતાને સમજે છે અને પાયલોટને મદદ કરે છે અને સુરક્ષિત લેન્ડિંગ માટે સૂચના આપે છે. ઈમરજન્સી લેન્ડિંગ પહેલા પાઈલટ પેસેન્જર્સ અને ક્રૂને પણ જાણ કરે છે જેથી ગભરાટની કોઈ સ્થિતિ ન સર્જાય.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News