દર્દીની કે સગાંની મરજી વિદ્ધ આઈસીયુમાં દાખલ ન કરવા

  • January 01, 2024 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષ પહેલા ભારત સરકારે સ્વાસ્થ્ય સંબંધિત બે મહત્વપૂર્ણ ભલામણો જારી કરી છે. આમાંથી એક આઈસીયુમાં સારવાર માટે માર્ગદર્શિકા આપે છે અને બીજી જીવનશૈલી સુધારવા માટે જરી સૂચનાઓ આપે છે. આઈસીયુ સારવારની જરિયાત નક્કી કરતી માર્ગદર્શિકાનો મુદ્દો પ્રથમ વખત ઉઠાવવામાં આવ્યો છે ૨૪ ટોચના ડોકટરોની પેનલ દ્રારા સંકલિત, આ માર્ગદર્શિકા તબીબી પરિસ્થિતિઓની વિગત આપે છે જેમાં દર્દીને આઈસીયુ પ્રવેશની જર છે કે કેમ?

ગાઈડલાઈન્સની સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે દર્દીને કયારે આઈસીયુમાં ન રાખવો જોઈએ અને કયારે આઈસીયુમાંથી રજા આપવી જોઈએ. ભારત સરકારના ડિરેકટોરેટ જનરલ આફ હેલ્થ સર્વિસિસ દ્રારા જારી કરાયેલી આ સૂચનાઓ જણાવે છે કે મોટાભાગના વિકસિત દેશોમાં સંસાધનોનો ન્યાયપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવા દર્દીઓની તપાસ કરવા માટે પ્રોટોકોલ છે. ભલામણમાં આઈસીયુ માં નિષ્ણાત ડોકટરો ઉપલબ્ધ હોવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જો કે, આ માર્ગદર્શિકા બંધનકર્તા નથી.

મહત્વનું છે કે અવયવોની નિષ્ફળતાના કિસ્સામાં સ્થિતિ વધુ બગડતી અટકાવવા માટે, બાહ્ય સહાયની જર હોય તેવી સ્થિતિ, ગંભીર બીમારી કે જેમાં સઘન દેખરેખની જર હોય, શ્વસન સહાયની જર હોય તેવા દર્દીઓ, શક્રક્રિયા પછી હાલત બગડતી રોકવા માટે આઈ સી યુમાં ભરતી કરવામાં આવી શકે છે તો બીજી તરફ આ મહાનિર્દેશાલયના જણાવ્યા અનુસાર દર્દીની મરજી વિદ્ધ કે દર્દીના સંબંધીઓની ઈચ્છા વિદ્ધ દર્દીને આઈસીયુમાં દાખલ ન કરવો જોઈએ તેવી સૂચના છે. યારે દર્દીને એવો રોગ હોય કે જેમાં સાજા થવાની શકયતાઓ મર્યાદિત હોય અથવા સારવારથી લાભ થવાની શકયતા ન હોય ત્યારે દર્દીને આઈ સી યુમાં દાખલ ન કરવો જોઈએ.

ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન એકસપટર્સ કમિટીના અધ્યક્ષ ડો. નરેન્દ્ર રુગટાએ જણાવ્યું કેઆઈ સી યુ માં દર્દીઓને દાખલ કરવા માટેનો માપદડં એવો હોવો જોઈએ કે અમે દર્દીના જીવનના બાકીના દિવસોમાં જીવનનો સંચાર કરી શકીએ અને તેના બાકી રહેલા જીવનમાં થોડી ખુશી આપી શકીએ . ઋગટાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલીકવાર દર્દીને ડોકટરના હાથે સારવારને બદલે તેના પ્રિયજનોની કાળજીની જર હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application