સુપ્રીમ કે હાઈકોર્ટ નહીં, દેશમાં બંધારણ જ સર્વેાચ્ચ: સીજેઆઈ

  • August 08, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટના ટોચના પાંચ ન્યાયાધીશોની બેન્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ રાજબીર શેરાવતના ૧૭ જુલાઈના આદેશના બિનજરી અને અયોગ્ય અવલોકનોને ફગાવી દીધા હતા. જેણે સુપ્રીમની ગરિમા પર શંકા વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, ટિપ્પણીઓ બિનજરી છે. આનાથી કોર્ટના સન્માનને ઠેસ પહોંચી છે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ નહિ પરંતુ દેશનું બંધારણ સર્વેાચ્ચ છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને હૃષિકેશ રોયની બેંચએ એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે સહમત થયા છે કે જસ્ટિસ શેરાવતે ન્યાયતંત્રની છબીને નુકસાન પહોંચાડું છે અને કહ્યું, વિડિયોમાં જે પ્રકારની ટિપ્પણી (જસ્ટિસ સેહરાવત દ્રારા) કરવામાં આવેલી છે તે ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતાને નુકસાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના જસ્ટિસ રાજબીર સેહરાવતે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેની બંધારણીય મર્યાદાથી આગળ જઈ રહી છે અને હાઈકોર્ટની શકિતઓને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટને પોતાને વાસ્તવમાં છે તેના કરતા વધુ સર્વેાચ્ચ માનવાની આદત પડી ગઈ છે. જસ્ટિસ રાજબીરની ટિપ્પણીનો એક વીડિયો વાયરલ થયો હતો, જે બાદ સુપ્રીમ કોર્ટે મામલાની નોંધ લીધી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, 'પક્ષો કોર્ટના નિર્ણયોથી અસંતુષ્ટ્ર હોઈ શકે છે, પરંતુ ન્યાયાધીશો ઉચ્ચ અદાલતોના નિર્ણયોથી અસંમત થઈ શકે નહીં.' ચીફ જસ્ટિસ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હૃષિકેશ રોયની બનેલી બેંચે જસ્ટિસ રાજબીરને ચેતવણી આપી હતી કે તમે સુપ્રીમ કોર્ટના આદેશો પર ટિપ્પણી કરતી વખતે સંયમ રાખો. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું એ પસંદગીનો વિષય નથી, પરંતુ બંધારણીય જવાબદારી છે. જો કે, સુપ્રીમ કોર્ટે જસ્ટિસ રાજબીર સામે તિરસ્કારની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application