નોર્વેજીયન લેખક હોન ફોસને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત

  • October 06, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વીડિશ એકેડમીએ ગુવારે ૪ ઓકટોબરે નોર્વેજીયન લેખક હોન ફોસને ૨૦૨૩ માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર એનાયત કર્યેા. તેમને આ એવોર્ડ તેમના નવીનતમ નાટકો અને ગધ માટે આપવામાં આવ્યો હતો, જે અનટોલ્ડ સ્ટોરીનો અવાજ માનવામાં આવે છે. નાયનોસ્ર્ક અને વિવિધ શૈલીઓમાં તેમની કૃતિઓમાં નાટકો, નવલકથાઓ, કવિતા સંગ્રહો, નિબંધો, બાળકોના પુસ્તકો અને અનુવાદોનો સમાવેશ થાય છે.આ અંગે રોયલ સ્વીડિશ એકેડેમીએ જણાવ્યું હતું કે તેઓ આજે વિશ્વના સૌથી વધુ પ્રદર્શન કરનારા નાટકારોમાંના એક છે અને તેઓ તેમના ગધ માટે પણ વધુને વધુ ઓળખાઈ રહ્યા છે. હોન ફોસે 'ફોસ મિનિમલિઝમ' તરીકે ઓળખાતી શૈલીમાં નવલકથાઓ લખે છે. સાહિત્યમાં ૨૦૨૨ નો નોબેલ પુરસ્કાર ફ્રેન્ચ લેખિકા એની એર્નેાકસને હિંમત અને કિલનિકલ ઉગ્રતા માટે એનાયત કરવામાં આવ્યો હતો કે જેનાથી તેણીએ મૂળ અને વિમુખતાને ઉજાગર કરી હતી. તેણીની કૃતિઓમાં અ વુમન સ્ટોરી અને એ મેન્સ પ્લેસનો સમાવેશ થાય છે.


આ વર્ષે ભૌતિકશાક્રનું નોબેલ પુરસ્કાર અમેરિકાના પિયર એગોસ્ટીની, જર્મનીના ફેરેન્ક ક્રોસ અને સ્વીડનની એની એલ. હ્યુલરને આપવામાં આવ્યું છે. આ ત્રણેએ એવા સાધનો વિકસાવ્યા કે જેના દ્રારા ઇલેકટ્રોનની દુનિયા એટોસેકન્ડ સમયમાં જોઈ શકાય. એટોસેકન્ડ એટલે ૧૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ ભાગ. એટોસેકન્ડની આ સંખ્યામાં, એક સેકન્ડ પૂર્ણ થાય છે. બ્રહ્માંડની ઉંમર માત્ર થોડીક સેકન્ડોમાં પ્રગટ થાય છે.એની એલ. હ્યુલરે ૧૯૮૭ માં અવલોકન કયુ હતું કે યારે ઇન્ફ્રારેડ લેસર પ્રકાશ ઉમદા ગેસ દ્રારા ચમકતો હતો, ત્યારે પ્રકાશના કેટલાક ઓવરટોન ધ્શ્યમાન હતા. દરેક ઓવરટોનનું એક અલગ ચક્ર હોય છે. આ ત્યારે થાય છે યારે પ્રકાશ ગેસના અણુઓને અથડાવે છે. આ અણુના ઇલેકટ્રોનને વધુ ઊર્જા પૂરી પાડે છે. આ પછી તે પ્રકાશિત થાય છે. એની એલ. હ્યુલર લડં યુનિવર્સિટી, સ્વીડનમાં ભૌતિકશાક્રના પ્રોફેસર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application