ઉત્તર કોરિયાએ તેની સરહદમાં ઘૂસેલા અમેરિકન સૈનિક પર સેવ્યું મૌન, પેંટાગને પીપુલ્સ આર્મીનો કર્યો સંપર્ક

  • July 20, 2023 11:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન સૈનિક ટ્રેવિસ કિંગ મંગળવારે સરહદ પાર કરીને ઉત્તર કોરિયામાં પ્રવેસી ગયો હતો. જેની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે પેન્ટાગોને ઉત્તર કોરિયાની પીપલ્સ આર્મીનો સંપર્ક કર્યો. પરંતુ તે તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તે જ સમયે, ઉત્તર કોરિયાએ અમેરિકન સૈનિક ટ્રેવિસ કિંગ વિશે મૌન સેવ્યું છે.


ઉત્તર કોરિયાએ 23 વર્ષીય ટ્રેવિસ કિંગ નામના અમેરિકી સૈનિકને લઈને મૌન સેવ્યું છે, જે તેના વિસ્તારમાં ઘૂસ્યો હતો. અમેરિકા તેની સાથે તેના સૈનિક વિશે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે જવાબ નથી આપી રહ્યા. પ્યોંગયાંગના આ વલણથી અમેરિકન સૈનિકની વહેલી મુક્તિની શક્યતા ઓછી દેખાઈ રહી છે. કિંગે મંગળવારે સરહદ પાર કરીને ઉત્તર કોરિયામાં પ્રવેશ કર્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી છે.


પેન્ટાગોને ઉત્તર કોરિયાનો સંપર્ક કર્યો
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, 'પેન્ટાગોને ઉત્તર કોરિયાની પીપલ્સ આર્મીનો સંપર્ક કર્યો. પરંતુ તે તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. દક્ષિણ કોરિયામાં ફરજ બજાવતા કિંગને ફેબ્રુઆરીમાં સિઓલ કોર્ટ દ્વારા એક અજાણ્યા વ્યક્તિ પર હુમલો કરવા અને ઓક્ટોબરમાં પોલીસ વાહનને નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેલની મુદત પૂરી કરીને તે ઘરે પરત ફરવાનો હતો. તે મંગળવારે કોરિયાની સરહદ પર આવેલા પનમુનજોમ ગામમાં ગયો હતો. આ દરમિયાન તે ઉત્તર કોરિયાની સરહદમાં પ્રવેશ્યો હતો. પનમુનજોમ ગામની તેમની મુલાકાતનો હેતુ જાણી શકાયો નથી. અમેરિકન સૈન્યને કિંગના ગુમ થવાની જાણ થઈ જ્યારે તે ટેક્સાસ પહોંચ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application