North Korea Missile: ઉત્તર કોરિયાનું અત્યાર સુધીનું સૌથી ખતરનાક મિસાઈલ પરીક્ષણ, સુપરપાવર દેશો વચ્ચે વધ્યો તણાવ

  • April 20, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાએ ફરીવાર હથિયારોનું પરીક્ષણ કર્યું છે. તેણે પશ્ચિમ કિનારે સુપર-લાર્જ ક્રુઝ મિસાઈલ વોરહેડ અને નવી એન્ટી એરક્રાફ્ટ મિસાઈલનું પરીક્ષણ કર્યું.


અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાએ ફરીવાર હથિયારોનું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાની રાજ્ય સમાચાર એજન્સી KCNA અનુસાર, વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઈલ હવાસલ-1 આરએ-3 અને પ્યોલજી-1-2 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ માટે તૈયાર વોરહેડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉત્તર કોરિયાએ 2 ફેબ્રુઆરીએ સમાન પરીક્ષણો કર્યા હતા, પરંતુ તે સમયે ક્રુઝ મિસાઈલ અથવા એન્ટી એરક્રાફ્ટ મિસાઈલના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા.


કોઈપણ રેન્જની બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં, ઉત્તર કોરિયા તેની સૈન્ય ક્ષમતા વધારવામાં વ્યસ્ત છે.


ઉત્તર કોરિયાએ અગાઉ 2 ફેબ્રુઆરીએ પણ આવા જ પરીક્ષણો કર્યા 

ઉત્તર કોરિયાની રાજ્ય સમાચાર એજન્સી KCNA અનુસાર તેણે હવાસલ-1 આરએ-3 વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઈલ અને પ્યોંગયાંગ-1-2 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ માટે તૈયાર વોરહેડનું પરીક્ષણ કર્યું. ઉત્તર કોરિયાએ અગાઉ 2 ફેબ્રુઆરીએ પણ આવા જ પરીક્ષણો કર્યા હતા, પરંતુ તે સમયે ક્રૂઝ મિસાઈલ અથવા એન્ટી એરક્રાફ્ટ મિસાઈલના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. KCNAએ જણાવ્યું હતું કે શુક્રવારના પરીક્ષણો ઉત્તર કોરિયાની નિયમિત સૈન્ય પ્રગતિ પ્રવૃત્તિઓનો એક ભાગ હતા અને આસપાસની પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application