ઉ.ભારત ઠંડીથી ધ્રુજ્યું, હજુ એક સપ્તાહ શીત લહેરનો પ્રકોપ રહેશે

  • January 04, 2024 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી, પંજાબ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસ અને સાથે કાતિલ શીત લહેર ફરી વળી છે. લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રીથી નીચે જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૯ જાન્યુઆરી સુધી આગામી સાહ સુધી ઠંડીમાં રાહત મળવાની કોઈ શકયતા નથી.
રાજધાની દિલ્હીથી લઈને સમગ્ર ઉત્તર ભારત ઠંડીના આગોશમાં છે. નવા વર્ષમાં ગાઢ ધુમ્મસ સાથે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે અને લાઈટને પણ અસર થઈ રહી છે. દિવસભર ચાલી રહેલી ઠંડીના કારણે લોકોને ભારે ઠંડીનો અહેસાસ થયો છે. હવામાન વિભાગે દિલ્હી–પંજાબ, રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસ સાથે લઘુત્તમ તાપમાન ૬–૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૪ થી ૯ જાન્યુઆરી સુધી હવામાન આવું જ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન ૧૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૭–૧૦ ડિગ્રી સુધી જઈ શકે છે. આ સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ ધુમ્મસ મુશ્કેલીનું કારણ બની શકે છે. ૯ જાન્યુઆરીએ હળવા ઝરમર વરસાદની પણ શકયતા છે. સવાર બાદ બાકીના દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે.આઈએમડીના જણાવ્યા અનુસાર. ૫ થી ૭ જાન્યુઆરી સુધી પણ આ પ્રકારનું વાતાવરણ રહેવાની શકયતા છે. મતલબ કે ઠંડા દિવસની ચેતવણી છે. દરમિયાન, ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચોક્કસપણે મુશ્કેલીનું કારણ બની શકે છે, ધ્શ્યતા ૫૦ મીટરથી ઓછી રહેવાની શકયતા છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભોષણને કારણે ભારે ઠંડી પડવાની સંભાવના છે. અહીં પણ લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહેશે. હવામાન વિભાગે ૫ થી ૭ જાન્યુઆરી સુધી કોલ્ડ ડે એલર્ટ પણ જારી કયુ છે. દરમિયાન, અહીં ખૂબ ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ મુશ્કેલીનું કારણ બની શકે છે. રાત્રિસવારના કલાકો દરમિયાન અલગ–અલગ સ્થળોએ ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ (દ્રશ્યતા ૫૦ મીટર)ની શકયતા છે.હરિયાણા–ચંદીગઢમાં પણ કડકડતી ઠંડી અને ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આ બે સ્થળોએ ભારેથી અતિ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. કોલ્ડ ડે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૭ જાન્યુઆરી સુધી ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસ અહીં પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News