કોર્પોરેશનની ટીમે રવિવારે આખો દિવસ પીજીવીસીએલ, આરએનબી અને પોલીસને સાથે રાખીને તપાસ કરી
જામનગર શહેરમાં જુદા-જુદા 14 જેટલા ગેમઝોન, વિડીયો પાર્લર વગેરે આવેલા છે અને તે સ્થળે ક્યાંક બાળકો માટેની નાની મોટી રાઈડ ચાલી રહી છે અથવા તો વિડીયો ગેમ મશીનો વગેરે મૂકીને બાળકોને ગેમ રમવા માટેની વ્યવસ્થા કરાઇ છે.
પરંતુ એક પણ સ્થળે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની એનઓસી લેવામાં આવી નથી, ઉપરાંત યાંત્રિક રાઈડ સંબંધે મેળવાતાં જરૂરી સર્ટિફિકેટ, ઈલેક્ટ્રીક વિભાગની એન.ઓ.સી. કે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. એકમાત્ર જામનગર મહાનગરપાલિકા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્કમાં યાંત્રિક રાઈડની અગાઉ મંજૂરી અને એન.ઓ.સી. લેવામાં આવી હતી, પરંતુ હાલ ત્યાં મનોરંજનની રાઈડ બંધ છે.
જ્યારે જામનગર નજીક આવેલા જેસીઆરમાં મનોરંજનની બાળકોની નાની રાઇડ ચાલુ છે. પરંતુ ગેમઝોનની અલગથી અથવા તો અન્ય કોઈ જરૂરી મંજૂરીકે એન.ઓ.સી. લેવામાં આવી નથી. એક માત્ર સમગ્ર એરિયાની ફાયરની એન.ઓ.સી. લેવાઈ છે. જેની પણ ચકાસણી થઈ રહી છે. જયારે જામનગરમાં લાખોટા તળાવની પાળ વિસ્તારમાં બાળકોની રાઇડ ચાલી રહી છે, જેની એક પણ પ્રકારની મંજૂરી નથી. જ્યારે શહેરના ખોડિયાર કોલોની સહિતના અન્ય ખાનગી પ્લોટમાં ચાલતી બાળકોની રાઈડ અથવા અન્ય ગેમઝોનની મંજૂરી મેળવાઈ નથી અને હાલ તમામ બંધ કરવાના આદેશો થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech