પૂર્વ સાંસદ જયા પ્રદા સામે બિનજામીનપાત્ર વોરટં ઇસ્યુ

  • October 17, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રામપુરના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા વિદ્ધ બિન જામીન પાત્ર વોરટં જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે યારે પૂર્વ સાંસદ જયા પ્રદા કોર્ટમાં હાજર ન થયા ત્યારે રામપુર કોર્ટે બિન જામીનપાત્ર વોરટં જાહેર કયુ. હવે આ મામલામાં આગામી સુનાવણી ૨૧ ઓકટોબરે થવાની છે, જેમાં પૂર્વ સાંસદે હાજર થવાનું રહેશે.આ આખો કેસ વર્ષ ૨૦૧૯નો છે, ત્યારે ૧૯ એપ્રિલે જયા પ્રદા રામપુરના સ્વાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ નૂરપુર પહોંચ્યા હતા. દરમિયાન, લોકસભા ચૂંટણીને કારણે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. જો કે જયાપ્રદાએ એક રોડનું ઉધ્ઘાટન કયુ હતું, પરંતુ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે તેમની સામે આદર્શ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસ લાઈંગ સ્કવોડ મેજિસ્ટ્રેટ–૩૪ સ્વાર ડો. નીરજ કુમાર પરાશરીએ દાખલ કર્યેા હતો. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યાર બાદ આ કેસની સુનાવણી સતત સ્પેશિયલ એમપી–એમપીએલ કોર્ટ (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી છે. સોમવારે જયા પ્રદા કોર્ટમાં હાજર થઇને આ કેસમાં તેમનું નિવેદન નોંધવાના હતા, પરંતુ તેઓ કોર્ટમાં હાજર ન થવાને કારણે કોર્ટે તેમની સામે બિન જામીનપાત્ર વોરટં જાહેર કયુ છે. હવે કોર્ટે ૨૧મી ઓકટોબરે હાજર થવા કડક સૂચના આપી છે. નોંધનીય છે કે જયા પ્રદા ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ જયા પ્રદાએ સપા નેતા મોહમ્મદ આઝમ ખાન સામે ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડો હતો. ઉલ્લેખનીય છે કે જયા પ્રદાએ ૨૦૦૪ની લોકસભા ચૂંટણી રામપુર સીટથી સપાની ટિકિટ પર લડી હતી અને આ ચૂંટણી તેમણે ૮૫,૦૦૦થી વધુ મતથી જીતી હતી. આ પછી તેઓ ૨૦૦૯ની ચૂંટણીમાં પણ આ બેઠક પરથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application