જુનાગઢ જિલ્લામાં વિચરતી અને વિમુક્ત જાતિ પ્રમાણપત્ર હેતુ અભિયાન ધમધમ્યું

  • September 03, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જુનાગઢ જિલ્લામાં વિચારધારા વિમુક્ત જાતિ પ્રમાણપત્ર હેતુ અભિયાન વ્યાપક બન્યું છે.
વિચરતી અને વિમુક્ત જાતિઓને સરળતાપુર્વક સરકારની વિવિધ યોજનાઓની ઉપલબ્ધિ તથા લાભાર્થે જુનાગઢ જિલ્લાના વંથલી, કેશોદ તથા જુનાગઢમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે વિચરતા સમુદાય સમર્થન મંચ તથા સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશનના નેજા હેઠળ પ્રમાણપત્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.વંથલી તાલુકાના સાંતલપુર ધાર વિસ્તાર,કણજા તેમજ કેશોદના લુશાળા તથા જુનાગઢના ઈવનગર જેવા પછાત અને અંતરિયાળ વિસ્તારો તથા ગામોમાં વિચરતા સમુદાય સમર્થન મંચના જુનાગઢ જિલ્લા ફિલ્ડ કો-ઓર્ડીનેટર પ્રફુલભાઈ પ્રજાપતિ તથા સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશનના રમેશભાઈ સોલંકીએ રૂબરૂ મુલાકાત યોજી વિચરતી અને વિમુક્ત  જાતિઓ પૈકીના દેવીપુજક સમાજમાં વિમુક્ત જાતિના પ્રમાણપત્રની અગત્યતા અને મહત્વની વિસ્તારપુર્વક સમજ આપી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વિચરતી અને વિમુક્ત  જાતિ સમુદાયને  વ્યવસાય હેતુ તેમજ સરકાર દ્વારા ફાળવાયેલ પ્લોટ પર મકાન બાંધકામ હેતુ લોન સહાય આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application