સંસદના શિયાળુ સત્ર દરમિયાન હોબાળા વચ્ચે વિપક્ષી ઇન્ડિયા બ્લોકે ગઈકાલે ઉપરાષ્ટ્ર્રપતિ અને રાયસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને તેમના પદ પરથી હટાવવા માટે રાયસભાના મહાસચિવમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યેા હતો. રાયસભાના ૭૨ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ અધ્યક્ષ વિદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. લોકસભા સ્પીકર સામે અત્યાર સુધીમાં ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જો કે ધનખડને પદ પરથી હટાવવા માટે આ પ્રસ્તાવને રાયસભાની સાથે લોકસભામાં પસાર કરવો પડશે. આની શકયતા ઘણી ઓછી જણાઈ રહી છે કારણ કે બંને ગૃહોમાં એનડીએ પાસે સંપૂર્ણ બહત્પમતી છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલુ છે. આ દરમિયાન વિપક્ષી દળોએ ધનખડ પર પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો અને કલમ ૬૭–બી હેઠળ તેમને પદ પરથી હટાવવાની માંગણી કરતો પ્રસ્તાવ રજૂ કર્યેા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે સ્પીકર જે રીતે પક્ષપાતી રીતે ઉપલા ગૃહની કાર્યવાહી ચલાવી રહ્યા હતા તેના કારણે ઈન્ડિયા બ્લોકની પાર્ટીઓ પાસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ ખૂબ જ પીડાદાયક નિર્ણય છે. વિરોધ પક્ષોને બોલવા દેવામાં આવતા નથી. સોમવારે સત્તાધારી પક્ષના સભ્યોને બોલવાની તક આપવામાં આવી હતી પરંતુ યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બોલી રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા.વિધાનસભા કાર્ય મંત્રી કિરેન એસ રિજિજુએ રાયસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે વિપક્ષની ટીકા કરી અને કહ્યું કે વિપક્ષ પાસે બહુમતી નથી. તેમણે કહ્યું કે ધનખડ વિદ્રાન અને ઉમદા વ્યકિત છે. તેઓ ગૃહને ખૂબ સારી રીતે ચલાવે છે અને સમયાંતરે ગૃહને માર્ગદર્શન પણ આપે છે. વિપક્ષ લોકસભા અને રાયસભા બંને ગૃહોની બેઠકોનું અપમાન કરી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech