બાંગ્લાદેશમાં નોબેલ પ્રાઇઝ વિજેતા મુહમ્મદ યુનુસને છ મહિનાની સજા

  • January 02, 2024 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં નોબેલ પ્રાઇઝ વિજેતા મુહમ્મદ યુનુસને લેબર લો કેસમાં દોષિત ઠેરવાયા છે અન તેમને કમસેકમ છ મહિનાની સજા થશે. યુનુસને માઇક્રોક્રેડિટના પ્રણેતા બનીને લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવા બદલ ૨૦૦૬માં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો.

યુનુસની બાંગ્લાદેશના લાંચ વિરોધી નિયામક, ભ્રષ્ટ્રાચાર વિરોધી પંચે મની લોન્ડરિંગ અને ઉચાપતના આરોપ હેઠળ પૂછપરછ કરી હતી. ગ્રામીણ ટેલિકોમના ચેરમેન યુનુસની શ્રમિક કાયદાનો ભગં કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

યુનુસના ડઝનેક સહયોગીઓ આ જ પ્રકારના આરોપનો સામનો કરી રહ્યા છે. ગ્રામીણ ટેલિકોમ બાંગ્લાદેશમાં સૌથી મોટી મોબાઇલ ટેલિકોમ કંપની છે. તે કુલ બજારહિસ્સામાં ૩૪.૨૦ ટકા હિસ્સો ધરાવે છે. આ કંપની નોર્વેની ટેલિકોમ જાયન્ટ ટેલીનોરની પેટા કંપની છે. તપાસકર્તાઓનું કહેવું છે કે યુનુસ અને અન્યોએ વર્કર્સ ફંડમાંથી ૨૨.૮ લાખ ડોલરની ઉચાપત કરી છે. ઓગસ્ટમાં ૧૭૦થી વધુ વૈશ્વિક આગેવાન અને નોબેલ વિજેતાઓએ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે યુનુસ સામેની કાયદાકીય કાર્યવાહી પડતી મૂકવામાં આવે.

આ આગેવાનોમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપ્રમુખ બરાક ઓબામા, ભૂતપૂર્વ યુએન સેક્રેટરી જનરલ બાન કી મૂન અને ૧૦૦થી વધુ નોબેલ વિજેતાઓનો સમાવેશ થાય છે. તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે તેઓને તાજેતરમાં બાંગ્લાદેશમાં લોકશાહી અને માનવ અધિકારોને લઈને અત્યતં ચિંતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application