આજે શંકરટેકરી બી-ઝોન વિસ્તારમાં પાણી નહીં મળે: લોકોને હાલાકી

  • October 11, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાઇપલાઇનની અને જોડાણની કામગીરી કરવાની હોય આજે પાણી ન આપવા કોર્પોરેશનનો નિર્ણય: આવતીકાલથી રાબેતા મુજબ પાણી મળશે


જામનગર મહાપાલિકા દ્વારા ઝોનવાઇસ પીવાના પાણીની પાઇપલાઇન રીપેરીંગ, જોડાણ આપવા આ બધી કામગીરી કરવાની હોય આજે શંકરટેકરી બી-ઝોન વિસ્તારમાં પાણી નહીં મળે, કોર્પોરેશનની ઓચીંતી જાહેરાતથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.


કોર્પોરેશનના વોટર વર્કસ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર નરેશ પટેલની યાદીમાં જણાવ્‌યા અનુસાર 750 એમએમ ડાયાની પાઇપલાઇનમાં જુની જેલ રોડ માલુભાના ચોક વિસ્તારમાં જોડાણને લગત કામગીરી કરવાની હોય શંકરટેકરી ઝોન-બી હેઠળના વિસ્તારમાં દિ.પ્લોટ-54 થી 64, કાનાનગર, દિ.પ્લોટ-1 થી 17, ગગન પાન, ઇદ મસ્જીદ, વજીરપરા, માલુભા ચોક, દિ.પ્લોટ-41 થી 53, નહેનગર-1 થી 11, ઓશવાળ હોસ્પિટલ સામેનો વિસ્તાર, વલ્લભનગર, ક્રિષ્નાકોલોની શેરી નં.1 થી 6, કેળાની વખાર, દિ.પ્લોટ-58, વિશ્રામવાડી, હીંગળાજ રોડ વિસ્તારમાં પાણી નહીં મળે.

આ ઉપરાંત રાણી મસ્જીદ, સુરેશભાઇ આલરીયાના ઘરવાળો વિસ્તાર, ભરવાડ પાડો, સુભાષ પાર્ક, જેલ વિસ્તાર, લંઘાવાડ ઢાળીયો, સિઘ્ધાર્થનગર 1 થી 24, રઝાનગર, પંચશીલનગર, રામનગર, પૂર્વસભ્ય મરીયમબેનનો વિસ્તાર, ચારણવાસ, ગોળના ગોડાઉન, હનુમાન ટેકરી, કામરીવાસ, મામાસાહેબ મંદિરવાળો વિસ્તાર, બાલ સ્મશાન, દિ.પ્લોટ-1 થી 40, કુંભારવાડો, આર્યસમાજ રોડ, મીરાદાતાર, લીમડાલાઇન, ગુદ્વારા, ટાઉનહોલ, લાલબંગલો વગેરે વિસ્તારમાં પાણી બંધ રહેશે, જયારે બીજા દિવસે ઝોન-એમાં પાણી આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application