ભગવાન રામના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી: તમિલનાડુના મંત્રી

  • August 03, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમિલનાડુના મંત્રી અને ડીએમકેના નેતા એસએસ શિવશંકરે ભગવાન રામના ઐતિહાસિક પુરાવા પર સવાલ ઉઠાવ્યા બાદ વિવાદ શરુ થયો છે. તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિની ઉજવણીમાં બોલતા તમિલનાડુના પરિવહન મંત્રી શિવશંકરે કહ્યું કે જ્યારે કેટલાક લોકો દાવો કરે છે કે ભગવાન રામનો ઈતિહાસ 3,000 વર્ષ જૂનો છે, પરંતુ આના માટે કોઈ ઐતિહાસિક પુરાવા નથી.
તેમણે કહ્યું કે તેનાથી વિપરીત અમારી પાસે રાજેન્દ્ર ચોલ યુગના પુરાવા તરીકે મંદિરો, શિલાલેખો અને તાંબાની પ્લેટો છે. તેમણે ચેતવણી આપી હતી કે રાજેન્દ્ર ચોલાની ઉજવણી ન કરવાથી સમાજ પર ઈતિહાસ વગરના લોકો થોપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ચોલ વંશના રાજા રાજેન્દ્ર ચોલાએ વર્ષ 1014 થી 1044 સુધી શાસન કર્યું હતું. તેઓ ગંગાઈકોંડા ચોલન, રાજેન્દ્ર મહાન અને કદરામ કોંડન તરીકે પણ ઓળખાય છે. તેમણે કહ્યું, અમારા પરિવારમાં અમારા માતાપિતા અને પૂર્વજો માટે દર વર્ષે કોઈને કોઈ તહેવાર ઉજવવાની પરંપરા છે. આથી આપણે એક કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ અને રાજેન્દ્ર ચોલાની ઉજવણી કરવી જોઈએ, જેમણે આ ભૂમિને ગૌરવ અપાવ્યું છે. તેમણે કહ્યું કે રામનો ઈતિહાસ 3000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, પરંતુ રામના અસ્તિત્વનો કોઈ પુરાવો કે ઈતિહાસ નથી, પરંતુ આપણા રાજા રાજેન્દ્ર ચોલના શાસનના પુરાવા તરીકે આજે પણ આપણી પાસે મંદિરો અને તળાવો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application