બે વયસ્ક મરજીથી લગ્ન કરતા હોય તો કોઈ મંજૂરીની જરૂર નથી

  • October 31, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરિવારની મરજી વિરૃદ્ધ લગ્ન કરનાર કપલના કેસમાં દિલ્હી હાઈકોર્ટે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે.જેમાં જણાવ્યું છે કે મરજીથી બે વયસ્ક લગ્ન કરતા હોય તો કોઈની મંજૂરીની જરુર નથી, વયસ્કોને માતાપિતા કે સમાજ ન અટકાવી શકે.દિલ્હી હાઈકોર્ટે લગ્નને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. એક કપલના કેસની સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે લગ્ન કરવાનો અધિકાર માનવ સ્વતંત્રતાની ઘટના છે અને બંધારણમાં આપેલા જીવનના અધિકારની ગેરંટીનો અભિન્ન ભાગ છે. જો બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી લગ્ન કરવાનું નક્કી કરે છે તો તેમાં માતા-પિતા, સમાજ કે સરકાર પણ તેને ન અટકાવી શકે.


હાઈકોર્ટે આ આદેશ એવા દંપતીની અરજી પર આપ્યો હતો કે જેમણે તેમના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કયર્િ હોય તો તેમને તેમના પ્રિયજનો તરફથી મળતી ધમકીઓને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષાની વિનંતી કરી હતી. કોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓને દંપતીને પૂરતી સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે અરજદારોએ લગ્નના અધિકાર હેઠળ એકબીજા સાથે લગ્ન કર્યા  છે અને તેમને તેમના વ્યક્તિગત નિર્ણય અથવા પસંદગી માટે કોઈ સામાજિક મંજૂરીની જરૂર નથી.
જસ્ટિસ સૌરભ બેનજીર્એ ચુકાદો ટાંકતા કહ્યું કે લગ્ન કરવાનો અધિકાર માનવ સ્વતંત્રતાની ઘટના છે. પોતાની પસંદગીના લગ્ન કરવાનો અધિકાર માત્ર માનવ અધિકારના સાર્વત્રિક ઘોષણાપત્રમાં જ રેખાંકિત નથી પરંતુ તે ભારતીય બંધારણની કલમ 21નો પણ એક અભિન્ન ભાગ છે જેમાં જીવનના અધિકારની ખાતરી આપવામાં આવી છે. જ્યારે અહીં પક્ષકારો બે સંમતિ આપતા પુખ્ત વયના લોકો છે જેઓ સ્વેચ્છાએ લગ્નના માર્ગે હાથ મિલાવવા માટે સંમત થયા છે, અને આવા કિસ્સામાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકે.


દિલ્હીના મુસ્લિમ કપલે પરિવારની નામરજી છતાં પણ મુસ્લિમ પરંપરા મુજબ લગ્ન કર્યા હતા આને કારણે પરિવાર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને હેરાનગતિ કરતો હતો.આ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો સ્પસ્ટ છે કે પુખ્ત વયના લોકોને પરસ્પર મંજૂરથી લગ્ન કરતા હોય તો તેમને કોઈ પણ ન રોકી શકે. કોર્ટે આ કિસ્સામાં પોલીસને કપલને સુરક્ષા પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application