રાયમાં અત્યારે ગરમીનો પારો આગ ઓકી રહ્યો છે. બળવળતા તાપમાં રાજકોટ શહેરમાં ટ્રાફિક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, વોર્ડનો માટે હવે બપોરના ૧.૩૦થી ૪.૩૦ સુધી નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી ફરજ મુકિત અપાઈ છે. સાથે સ્ટાફને ગોગલ્સ અને કેપ પહેરવાની છૂટ ભર્યા અધિકારીઓ દ્રારા સંવેદનારૂપ નિર્ણય લેવાયો છે.
રાજકોટમાં આજથી તો મહાપાલિકા દ્રારા આકરાં તાપને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. ટ્રાફિક પોલીસની તો મહત્તમ ફિલ્ડ ડયૂટી જ હોય છે અને સર્કલો, માર્ગેા પર ખુલ્લ ામાં આવા ૪૪–૪૫ ડિગ્રી જેવા અંગારારૂપ તડકામાં ટ્રાફિક નિયમન માટે પોલીસ તથા વોર્ડને રહેવું પડે છે. આમ તો બપોરના સમયે અસહ્ય ગરમીને લઈને સ્વયંભૂ કહ્યું કે વાહનોની સાવ પાંખી અવરજવર બની જાય છે.
બપોરના ત્રણ કલાકના દોઢથી સાડાચાર વાગ્યા સુધક્ષના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ કે વોર્ડન ફરજ પર નહીં જોવા મળે. એ સમયમાં પીએસઆઈ વાહનમાં પેટ્રોલિંગમાં રહેશે. ઉનાળાની ગરમીના થોડા દિવસ સુધી સવારે ૭થી ૧.૩૦ અને સાંજે ૫થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી ટ્રાફિક પોલીસની ડયૂટી રહેશે. દિવસ દરમિયાન ફરજમાં પોલીસને ગોગલ્સ, કેપ પહેરવાની છૂટ અપાઈ છે. ટ્રાફિક બ્રાંચના કર્મીઓ દ્રારા ઉચ્ચ અધિકારીઓના આ નિર્ણયને સંવેદનારૂપ ગણાવાયો છે. આમ પણ ૨૪ કલાક પ્રજા માટે ખડેપગે માનવી જ છેને
એનો મતલબ એવો પણ નથી કે વાહનધારકોને નિયમો તોડવાનો છે?
ટ્રાફિક પોલીસને બપોરે ત્રણ કલાક ફરજ મુકિતની છૂટ અપાઈ છે એટલે એનો મતલબ એવો નથી કે વાહનધારકો પોલીસ હોય તો જ ટ્રાફિક નિયમનનું પાલન કરે બાકી આ સમયગાળામાં નિયમ તોડવાની છૂટ ના એવું ન રાખતા સીસીટીવી કેમેરા તો ચાલુ જ છે જો વાહનધારકો પોલીસની ગેરહાજરીમાં નિયમ તોડશે તો સીસીટીવીમાં તો પકડાઈ જ જશે. ઘરે ઈ–ચલણ આવી જશે. માટે કાયદેમે રહોંગે તો ફાયદેમે રહોંગે મુજબ જ ચાલવુ હિતાવહ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech