કોંગ્રેસ શાસિત વિછીયા તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ સામે વધુ એક વખત અવિશ્વાસ દરખાસ્ત આવી પડી છે અને આજે બપોરે ૧૧ વાગ્યે સામાન્ય સભામાં તે અંગે ફેસલો થવાનો હોવાથી વિછીયા અને જસદણ તાલુકામાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ૧૮ સભ્યોના બનેલા વિછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૪ અને ભાજપના ચાર સભ્યો છે. થોડા સમય અગાઉ પણ કોંગ્રેસના સભ્યો એ જ પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તે પાછી ખેંચવામાં આવી હતી. ફરી કોંગ્રેસે જ તેના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકી છે અને આ વખતે ફાઈટ ટુ ફિનિશનો મામલો હોવાનું બહાર આવી રહ્યું છે. સામાન્ય સભા પૂર્વે કોંગ્રેસના ત્રણ જેટલા સભ્યો અજ્ઞાતવાસમાં હતા તે આજે સામાન્ય સભામાં સીધા જ હાજર થયા છે. ગયા વખતની માફક આ વખતે પણ અવિશ્વાસ દરખાસ્તમાં ભાજપના ચાર સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મુકનાર કોંગ્રેસના સભ્યોને અંદરખાને સમર્થન આપ્યું હોવાની વાતો બોલાઈ રહી છે. સામાન્ય સભામાં ભારે અફડાતફડીની શકયતા હોવાના કારણે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિંછીયા અને જસદણ તાલુકાના ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનોના મોબાઈલ બધં છે. સામાન્ય સભામાં દરખાસ્ત પસાર કરાવવા માટે એક તૃતીયાંશ બહત્પમતી મુજબ ઓછામાં ઓછા ૧૩ સભ્યો હોવા જરી છે. પરંતુ આ વખતે પણ સભ્યોની ઘટ પડશે કે છેલ્લી ઘડીએ બધું ભેગું કરી લેવાશે તેવી ચર્ચા એ આ વિસ્તારમાં ભારે જોર પકડું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech