રાજ્ય સરકારે સ્કૂલવર્ધી કરતા વાહનોમાં ફીટનેસ, લાયસન્સ, પરમીટ, વીમો, ફાયરસેફ્ટી, બાળકોની સંખ્યા સહિતના મામલે નિયમોની કડક અમલવારી કરાવવા માટે આદેશ આપ્યા છે. જેને લઈ રાજયભરમા આરટીઓ અને પોલીસ પ્રસાશને તા.13થી સ્કૂલવર્ધીના વાહનોઙ્ગો કબજો લઈ નિયમોના ભંગ બદલ દંડ ભરવાનું શરૂ કરતા સામાપક્ષે સ્કૂલવર્ધીના વાહનચાલકોએ સરકાર સામે નમતુના જોખી લડી લેવાનો અભિગમ અપ્નાવ્યો છે.સ્કુલ વાન અને રિક્ષા ચાલકો હડતાળ પર ઉતયર્િ છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે રાજ્ય સરકારનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે સ્કૂલ વાહનમા આવતા જતા વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે તેવું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
આ હડતાલની રાજયભરના વાલીઓને અસર થઈ છે. હાલાકી અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનેસરિયાઙ્ગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે શિક્ષણ વિભાગની કોઈ ભૂમિકા નથી. તેમ જણાવ્યું છે સ્કૂલ વર્ધી વાહન ચાલકોની હડતાલ રાજ્ય વ્યાપી છે જેને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યભરમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે બાળકોને મૂકવા જવાની ફરજ વાલીઓને પડી હતી .
કુલ વર્ધી એસોસિએશન દ્વારા બે ત્રણ માસની મુદત માંગવામાં આવી હતી તે આપવામાં આવતા એસોસિએશન દ્વારા હડતાલઙ્ગું એલાઙ્ગ આઙ્કવામાં આવ્યું છે રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર એઙ્ગઓસી સહિતના મુદ્દે તપાસ શ કરવામાં આવી હતી જેમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા પરમિટ ફાયર સેફટી બાળકોના ક્ષમતા સહિતના મુદ્દે ચકાસણી શ કરવામાં આવી હતી જેમાં પરમિટ વગર કોઈ વર્ધીના વાહનો ફરતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચીમકી રાજય સરકાર તરફથી આપવામાં આવી હતી તો રાજ્યના વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ દ્વારા આ મામલે ટ્રાઈવ ચલાવવામાં આવતા એસોસિએશન હડતાલ પર ઉતરી ગયું હતું.
ગઈકાલથી અચોક્કસની મુદત પર હડતાલ પર ઉતરેલા સ્કૂલ વર્ધીના વાહન ચાલકો સામે આજે સરકારે પણ આકરુ વલણ રાખ્યું છે શાળાએ જતા બાળકોની સલામતીના મામલે રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતું નહીં હોય એવું સ્પષ્ટ રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech