જેતપુરમાં નેચરલ યાર્ન કાપડ ઉપર પ્રિન્ટિંગ થતું કોઈ કેમિકલ વપરાતું નથી

  • January 02, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 જેતપુર ડાંઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા જેતપુરનું સાડી કારખાનાઓનું પ્રદૂષિત પાણી પાઇપલાઇન દ્રારા પોરબંદરના દરિયામાં જે ઠાલવવાનો પ્રોજેકટ છે તે અંગે સ્પષ્ટ્રતા કરી છે કે જેતપુર માત્ર કોટન પ્રિન્ટ એટલે કે નેચરલ યાર્ન ઉપરથી બનતા કાપડનું પ્રિન્ટિંગ કામ કરે છે જેથી આમાં કોઈ સિન્થેટીક ડાયઝ કે કેમીકલ વપરાતું નથી. જેતપુરનો ઉધોગ નાના સ્કેલનો ઉધોગ છે.
ગૃહ ઉધોગ જેવો ઉધોગ છે જે રોજગારી ઉપલબ્ધ કરતો ઉધોગ છે જેની પ્રિન્ટિંગ ક્ષમતા ખુબ જ નાના પ્રમાણમાં છે.જેતપુરના પાણીમાં સીઓડી કે બીઓડીનું પ્રમાણ નહિવત હોય છે. માત્ર ટીડીએસનો જ પ્રશ્ન હોય છે જે આટર ટ્રીટમેન્ટ માત્ર ૪૦૦૦ થી ૫૦૦૦ હોય છે. અને દરીયાના ૫૦,૦૦૦ હોય છે. આ પાણી એટલે પાશેરામાં પૂણી બરાબર ગણાય. કારણકે પૃથ્વીનું ૭૦% ક્ષેત્રાળ દરિયાનું છે જેમાં ચાર પાંચ કરોડ લીટર પાણી એ ખુબ જ નહિવત પ્રમાણમાં કહેવાય.
બીજું કે, અમો નાના ઉધોગકારો છીએ. અમો નિ ાવાન, પ્રમાણીક ઉધોગકારો છીએ. અમે કોઈને નુકશાન થાય કે કુદરતી સંપદાને કે કોઈ જીવને મારીને અમારો ઉધોગ આ પાણીથી નુકશાન થતું હોય કે બધી બાબતોને સમજીને યોજના બનાવેલ છે.
માત્ર જેતપુરને પ્રોટેકટ કરવા પોલ્યુશન બોર્ડ કે ગુજરાત સરકારને કોઈ જ ફાયદો ન હોય. જેે કરવા માંગતા નથી. છેલ્લ ા ૭૫ વર્ષથી જેતપુરમાં ઉધોગ ચાલે છે આ પાણીથી કોઈ વ્યકિત કે જનાવરને કયારેય કોઈ નુકશાન થયુ હોય એવો કોઈ દાખલો નથી. જેવા કે સ્કીન ડીસીસ કે કેન્સર કે માછલા મર્યા હોય આવી કોઈ ઘટના જેતપુરમાં બનતી નથી. ગુજરાત સરકાર કે ભારત સરકાર કે પોલ્યુશન વિભાગ પર્યાવરણ કે કુદરતી સંપદા બગડતી હોય તો સરકાર કે પોલ્યુશન બોર્ડ કે કોર્ટ એક દીવસ આ ઉધોગને ચાલવા ન દયે.
જેતપુરનું પાણી કોઈ જ કદડો નથી. આ ગેરસમજણમાંથી બહાર નીકળવું જોઈએ. પ્રિન્ટિંગ, વોશિંગ અને મર્સરાઈઝના બધા જ પાણીને પોલ્યુશન બોર્ડના નિયમ મુજબ ટ્રીટ કરવામાં આવે છે. જે નોમર્સ આપેલ છે તે મુજબના ટ્રીટેડ વોટર હોય છે. દરીયામાં ડીસ્ચાર્જના ભારત સરકારના પોયુશન વિભાગના નોમ્ર્સ હોય છે તે પ્રમાણે ટ્રીટ કરી અને પાણી છોડી શકાય અન્યયા ઓટોમેટિક સિસ્ટમથી વાલ્વ બધં થઈ જાય અને પાણી ડિસ્ચાર્જ રોઠાય જાય અને ઓન લાઇન ડિસ્ચાર્જ વોટરના ડીજીટલી સ્ક્રીન ઉપર નોમ્ર્સ આવતા હોય, કોઈપણ વ્યકિત સામાન્યમાં સામાન્ય વ્યકિત સ્ક્રીન ઉપર જોઈ શકે તે પ્રકારની ટેકનોલોજીના ઉપયોગ સાથે ડીપ સી ડિસ્ચાર્જ યોજના બની છે. આ યોજનામાં સહત્પં સહકારની ભાવના રાખવી જોઈએ. અને વિષયને ગેરમાર્ગે ન લઇ જવો જોઈએ.
ગુજરાત સરકાર અને પોલ્યુશન બોર્ડ જનહિતને ધ્યાનમાં રાખી આયોજન બનાવેલ છે તેથી પાછળ અનેક પ્રકારના વિચાર વિમર્શ કરીને આ કાર્ય હાથ ધરેલ છે જેમાં પુરી રીતે વિચારણા બાદ આયોજન : અમલમાં આવેલ છે. લોકોત્પનો સહકાર એજ અમારો આત્મવિશ્વાસ છે. તેથી વિષયને અને યોજનાને સમજી સહકાર આપવા દરીયાકાંઠા એરિયાની જનતાને વિનંતી છે અને કોઈનું અહીંત નહીં ! થાય એવી અમારી ખાત્રી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News