નીતિશ કુમારની ભાજપ સાથે ડીલ: સરકાર રચવા તૈયારી

  • January 27, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારમાં પલટુ ચાચા નીતિશ કુમાર ફરીથી ભાજપ્ની સાથે બેસી જવા તૈયાર થયા છે. સવા વર્ષ પહેલા લાલુ-તેજસ્વી યાદવના આરજેડી પક્ષ સાથે મળીને બનાવેલી સરકારને પાડી દેવાનું નક્કી કયર્િ પછી નીતિશે સાથી પક્ષ આરજેડી સાથે સંપર્ક તોડી નાખ્યો છે. લાલુ પ્રસાદ યાદવે પાંચ વખત ફોન કાર્ય છતાં નીતીશે ફોન ઉપાડ્યો નથી અને હવે ભાજપ સાથે મળીને સરકાર રચવા જઈ રહ્યા હોવાનું સુત્રો જણાવે છે. નવી સરકારમાં નીતીશ મુખ્યમંત્રી બનશે અને ભાજપ્ના બે નાયબ મુખ્યમંત્રીઓ રહેશે તેવી અટકળો છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે આજે તેમના પક્ષોની બેઠક બોલાવી છે. જેડીયુની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ આરજેડીની બેઠક બોલાવી છે. આ ઉપરાંત કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે બેઠક બાદ ભાજપ ધારાસભ્યોની સહીવાળું સમર્થન મુખ્યમંત્રી નીતિશ કુમારને સોંપી શકે છે. જો કે તેજસ્વી યાદવે હુંકાર કર્યો છે કે આ વખતે આસાનીથી નીતિશને સત્તા પર બેસવા દઈશું નહીં. આરજેડી કોંગ્રેસના તથા જેડીયુના અસંતુષ્ટોને તોડીને સરકાર રચવા પ્રયત્નો કરી રહી છે. આરજેડી અને જેડીયુ બંને સત્તા પર બેસવા જોર લગાવી રહી છે ત્યારે જેડીયુનું પલ્લું ભારે જણાઈ રહ્યું છે.


બિહારમાં રાજકીય ગરમાગરમી છે ત્યારે આ અંગે જ્યારે ભાજપ્ના પ્રદેશ પ્રભારી વિનોદ તાવડેને બિહારની રાજકીય સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ’આગામી લોકસભા ચૂંટણી પર ચચર્િ કરવા માટે બિહાર ભાજપ્ના નેતાઓની બેઠક થઈ રહી છે.’ બિહાર ભાજપ્ની રાજ્ય કાર્યકારિણીની બેઠક 27 અને 28મી જાન્યુઆરીએ પટનામાં બોલાવવામાં આવી છે.
રાજ્યપાલ દ્વારા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે રાજભવનમાં આપવામાં આવેલી ટી પાર્ટીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત તમામ મંત્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પણ હાજરી આપવાના હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા. હાલની રાજકીય પરિસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી રાજભવન ખાતેના કાર્યક્રમમાં હાજર ન રહેતા ચચર્નિો વિષય બન્યા છે.

122નો જાદુઈ આંકડો કેમ અંબાશે?
બિહારમાં હાલમાં જેડીયુ પાસે 45 ધારાસભ્યો છે, ભાજપ પાસે 76 અને હિન્દુસ્તાન અવામ મોચર્િ પાસે 4 ધારાસભ્યો છે, જે કુલ મળીને 125 ધારાસભ્યો છે, જે સરકાર બનાવવા માટે જરૂરી 122ના જાદુઈ આંકડા કરતાં ત્રણ વધુ છે. જો કેટલાક ધારાસભ્યો આજની બેઠકમાં ન આવે તો રસપ્રદ રહેશે, કારણ કે તો સરકાર બનાવવી નીતીશ કુમાર તેમજ એનડીએ માટે મુશ્કેલ બની શકે છે. જેડીયુ ઉપરાંત ભાજપ અને આરજેડીએ પણ આજે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application