ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતા યુવનનું બાઈક અકસ્માતમાં મોત થયું હતું. યુવાન પાણિયાળીથી દિહોર વાળા રોડ પર પોતાની બાઈક જઈ રહ્યો હતો. તે વેળાએ અચાનક નીલગાય આડી ઉતરતા યુવાનનું બાઈક સ્લીપ થતા પોલ સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને સરવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જેનું સરવાર દરમિયાન મોત થયું હતું.
આ બનાવ અંગે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતેથી જાણવા માહિતી અનુસાર ભાવનગરના દેસાઈનગરના યુવાનનું બાઈક સ્લીપ થતા મોત નીપજ્યું હતું. શહેરના દેસાઈનગર ખાતે રહેતા વિપુલભાઈ બીજલભાઈ મકવાણા (ઉ.વ.૩૦, રહે.વિદ્યાવિહાર સ્કૂલની બાજુમાં, દેસાઈનગર) પોતાની બાઈક લઇને કોઈ કામ અર્થે પાણિયાળી થી દિહોર વાળા રોડ પર જઈ રહ્યો હતો. તે દરમિયાન યુવાનની બાઈક આડે નીલગાય આડી ઉતરતા અકસ્માતે બાઈક સ્લીપ થઇ જતા યુવક પોલ સાથે અથડાયો હતો. જે અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. અને ખાનગી વાહનમાં સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પર પરના તબીબે યુવાનને મરણ ગયેલ જાહેર કરાયો હતો. જે અંગે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તળાજા પોલીસને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech