ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં આજે સવારે જૈન સમાજના લોકો પૂજા માટે ગયાં હતાં ત્યારે મંદિરમાં ખુલ્લામાં રહેલ સ્ટીલના ભંડારા (દાન પેટી) માં રહેતી દાનની રોકડ રકમ ગાયબ હતી. જેથી પૂજા કરવાં આવેલ લોકોએ દેરાસરના મેનેજમેન્ટને જાણ કરતાં અગ્રણીઓ દોડી આવ્યાં હતાં અને રાતના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કર્યા હતાં.જેમાં નજરે પડયું હતું કે, મોડી રાતના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં એક શખસ દેરાસરનો મુખ્ય દરવાજો ઠેકી અંદર પ્રવેશ્યો હતો અને આસપાસમાં નજર કર્યા બાદ મંદિરના ગર્ભગૃહમાં ખુલ્લામાં રહેતાં ભંડારામાં રાખેલ આશરે ચારેક હજારની રોકડ ચોરી કરી ત્યાંથી નાસી છુટયો હતો.
સીસીટીવીમાં જોતાં તસ્કર એક કુહાડી સાથે પ્રવેશ્યો હતો અને મંદિરમાં આવેલ માતાજીની મૂર્તિ ઉપરનું છતર પણ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. કુહાડીથી દાનપેટી તોડી રોકડ ચોરી કરી હતી. તેમજ કુહાડી અને પોતાના ચપ્પલ મૂકી નાસી છૂટ્યો હતો.શહેરમાં થોડા સમય પૂર્વે જ ભાવનગર રોડ પરના વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં પણ ચોરીનો બનાવ આવ્યો હતો અને તે પણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં આ શાકભાજી ન ખાઓ, સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે ભારે નુકસાન!
May 14, 2025 03:43 PMબોગસ બિલિંગમાં શિપબ્રેકરોના બંધ થયેલા પાનથી વ્યવહારો અંગે તપાસ
May 14, 2025 03:38 PMજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech