શહેરના ચુનારાવાડ વિસ્તાર પાસે આવેલા લાખાજીરાજ ઉધોગનગરમાં રાત્રીના ચાર શખસોએ અહીં શેરીમાં ગાળો બોલી પથ્થરમારો કરી મકાનની ડેલીના દરવાજા અને શેરીમાં પડેલા એકિટવા અને બુલેટ વાહનમાં તોડફોડ કરી હતી.અ અંગે અહીં રહેતા યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ચુનારવાડ ઉધોગનગર શેરી નં.૧ માં રહેતા અને ઘૂડધોળા યુવાન રતન જીલુભાઇ પરીયા(ઉ.વ ૩૦) દ્રારા આ અંગે થોરાળા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા રોડ પર રણુજાનગર પાસે રહેતા કૈલાષ ઉર્ફે કૈલો રમેશભાઇ મોરી અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાત્રીના પોણા એકાદ વાગ્યા આસપાસ તેમના મકાનના ડેલીના દરવાજામાં પથ્થરના છુટા ઘા આવતા અવાજ થતા તેમના કાકી હંસાબેનની ઉંઘ ઉડી ગઇ હતી.બાદમાં તેમણે પરિવારના અન્ય સભ્યોને જગાડયા હતાં.
ત્યાર બાદ ઘરની અંદરથી જોતા આરોપી કૈલાષ ઉર્ફે કૈલો તથા ત્રણ અજાણ્યા શખસો શેરીમાં બેફામ ગાળાગાળી કરતા હોય અને છુટા પથ્થરના ઘા કરતા હતાં.બાદમાં ફરિયાદીએ ઘરનો દરવાજો ખોલી બહાર જતા આ શખસો નાસી ગયા હતાં.
ત્યારબાદ તપાસ કરતા માલુમ પડયું હતું કે,આ શખસોએ કરેલા પથ્થરમારામાં ડેલીમાં તથા શેરીમાં રાખેલ એકિટવા નં. જીજે ૩ એનએ ૯૭૨૨ તથા બુલેટ નં. જીજે ૩ એલપી ૦૦૨૦ માં નુકશાન થયું હતું.જેથી તુરતં ૧૦૦ નંબર પર કોલ કરી દીધો હતો.બાદમાં યુવાને આ અંગે થોરાળા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
યુવાને એવો પણ આક્ષેપ કર્યેા હતો કે,આ શખસો અવારનવાર આ રીતે રાત્રીના ઉધમ મચાવી અહીં રહેતા લોકોને હેરાન પરેશાન કરે છે.ત્યારે તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech