આજી ડેમ પોલીસ મક વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જઇ દુષ્કર્મ આચરવાના સાડા ચાર વર્ષ પહેલાંના કેસ સ્પેશિયલ પોકસો અદાલતના ન્યાયધીશે આરોપી નજીકના સગાને અંતિમ શ્ર્વાસ સુધીની સખત કેદ અને દંડનો હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, આ બનાવમાં સગીર પીડિતાની માતાએ ભરત જગદીશભાઈ પ્રસાદ સામે આજીડેમ પોલીસ સ્ટેશન મકમાં ગઈ તારીખ ૨૮/ ૧૨/ ૨૦૧૯ ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
તેમાં પોતાની સગીર પુત્રીને સગા ભરત પ્રસાદે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરત જગદીશભાઈ પ્રસાદની ધરપકડ કરી તપાસ પૂર્ણ તા જેલહવાલે કર્યો હતો. બાદ તપાસનીશ દ્વારા આરોપી વિરુદ્ધ ગુન્હાનો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પોક્સો અદાલતમાં કેસની સુનાવણી શરૂ તાં પ્રોસિક્યુશન દ્વારા ડોક્ટર અને તપાસ કરનાર અધિકારીની જુબનીઓ લેવામાં આવેલી તેમજ પ્રોસિક્યુશન દ્વારા દસ્તાવેજી પૂરવાઓમાં ફરિયાદીની ફરિયાદ, મેડિકલ સર્ટિફિકેટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો અહેવાલ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારી વકીલ દ્વારા લંબાણ પૂર્વકની દલીલોમાં જણાવેલું કે આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુન્હો છે અને આરોપી વિરુદ્ધ પ્રોસિકયુશન દ્વારા કેસ સાબિત કરવામાં આવેલો છે. સાળી બનેવીના સબંધોને કલંક લગાડવાનું કૃત્ય કરેલુ છે. આરોપી સંતાનોનો પિતા હોવા છતાં સગીર વયની સાળી ઉપર નજર બગાડી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરેલુ છે. આવા ગંભીર ગુનાના આરોપી સામે જ્યારે ફરિયાદી અને ભોગબનનારે સોગંદ ઉપરની જુબાનીમાં બનાવની સંપૂર્ણ હકીકત જણાવેલ હોય તેમજ આરોપીએ ભોગ બનનાર ઉપર કરેલ દુષ્કર્મની હકીકત પોકસો અદાલતમાં તેની જુબાનીમાં જણાવેલી હોય અને આવા સમાજ વિરોધી ગુન્હામાં આરોપીને સખતમાં સખત સજા કરવા સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. પોકસો અદાલતે સોગંદ ઉપરની જૂબાનીઓ, દસ્તાવેજી પુરાવાઓ અને દલીલને ધ્યાને લઇ પોકસો અદાલતના સેશન્સ જજ જે. ડી. સુારે આરોપી ભરત જગદીશભાઈ પ્રસાદને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા અને ભોગબનનારને રૂપિયા ત્રણ લાખનું વિક્ટિમ કોમ્પેન્શેશન ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કામે સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ જી. પીપળીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMઅમેરિકામાં ૫૦૦થી વધુ ઘૂસણખોરોની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા
January 24, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech