GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પહેલા 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો છે.
આ પરીક્ષાનું આયોજન તા. 03 ડિસેમ્બર 2023ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવ્યું હોવાથી હવે આ પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતઃ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, દ્વારકામાં 24 કલાકમાં ખાબક્યો 18 ઈંચ વરસાદ
July 20, 2024 08:21 PMડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ઝેલેન્સકીને ફોન, રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનું આપ્યું વચન
July 20, 2024 08:09 PMઉત્તર કન્નડમાં ભૂસ્ખલનમાં સાત લોકોના મોત, ત્રણ લાપતા
July 20, 2024 08:07 PMયાત્રાધામ દ્વારકામાં ફાયર અને પોલીસની ટીમ દ્રારા 9 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ
July 20, 2024 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech