કર્ણાટકના ઉત્તર કન્નડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 10 લોકો ગુમ થયા છે. આમાંથી સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. આ વિસ્તારમાં મોટા ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ દરમિયાન IMD એ આ વિસ્તારમાં વધુ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જે પરિસ્થિતિને વધુ વણસી શકે છે.
કર્ણાટકના ઉત્તર કન્નડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે, જેના કારણે ઘણા લોકો લાપતા પણ છે. જિલ્લા ડેપ્યુટી કમિશનર લક્ષ્મી પ્રિયાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે કર્ણાટકમાં ભૂસ્ખલનગ્રસ્ત જિલ્લામાં બચાવ કામગીરી ચાલી રહી છે અને સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
10 લોકો ગુમ થયાની જાણ કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ હજુ પણ ગુમ છે. એજન્સી સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'NDRF ટીમ, NH ટીમ, નેવી, કોસ્ટ ગાર્ડ, ફાયર સર્વિસ, સ્થાનિક પોલીસ, દરેક ત્યાં કામ પર છે. અમે અગાઉ જાણ કરી છે તેમ અમને ગુમ થયેલા લોકો અંગે 10 ફરિયાદો મળી છે. જેમાંથી સાત મૃતદેહ મળી આવ્યા છે, ત્રણ લોકો હજુ પણ ગુમ છે.
સતત થઈ રહ્યું છે ભૂસ્ખલન
જ્યારે ઉત્તર કન્નડના એસપી નારાયણ એમ કહ્યું કે ભૂસ્ખલન સતત થઈ રહ્યું છે. વહીવટી તંત્ર તરફથી પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેણે કહ્યું, 'ત્રણ લોકો હજુ પણ ગુમ છે. સમસ્યા એ છે કે ત્યાંથી એક નદી વહે છે અને ભૂસ્ખલન સતત થઈ રહ્યું છે. અમે સતત કાદવ સાફ કરી રહ્યા છીએ. જેમ જેમ અમે બચાવ કામગીરીમાં આગળ વધીશું તેમ તેમ બ્રીફિંગ આપવામાં આવશે. તે ખૂબ જ સાંકડો રસ્તો છે. અમે અમારા સ્તરનું શ્રેષ્ઠ કરી રહ્યા છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech