1 ઓગસ્ટથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેમાં ફાસ્ટેગ અને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સમાવેશ થાય છે. આની સીધી અસર સામાન્ય લોકોના કામ પર પડશે. જે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તેમાં ગૂગલ મેપ, ફાસ્ટેગ અને આઈટીઆરનો સમાવેશ થાય છે. આજથી દેશભરમાં ફાસ્ટેગના નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં 1 ઓગસ્ટથી ડ્રાઈવર માટે ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત થઈ જશે. નવા નિયમ હેઠળ, જો ફાસ્ટેગ ત્રણથી પાંચ વર્ષ જૂનું છે, તો તમારે તમારું કેવાયસી અપડેટ કરાવવું પડશે. પાંચ વર્ષથી વધુ જૂનું ફાસ્ટેગ 31 ઓક્ટોબર પહેલા બદલવું પડશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમનો હેતુ સિસ્ટમની કાર્યક્ષમતા અને સુરક્ષા વધારવાનો છે, જે સમગ્ર ભારતમાં લાખો ફાસ્ટેગ યુઝર્સને અસર કરશે. આ નવા નિયમોમાં સૌથી મહત્વપૂર્ણ સમયમયર્દિા 31 ઓક્ટોબર, 2024 છે. 1 ઓગસ્ટથી, તમામ ફાસ્ટેગ વાહનના રજીસ્ટ્રેશન નંબર અને ચેસીસ નંબર સાથે જોડાયેલા હોવા જોઈએ, નવા વાહન માલિકોએ ખરીદીના 90 દિવસની અંદર તેમનો રજીસ્ટ્રેશન નંબર અપડેટ કરવો જરૂરી છે.
ફાસ્ટેગ પ્રોવાઈડર્સને હવે સંખ્યાબંધ વધારાના પગલાં અમલમાં મૂકવાની ફરજ પડી છે. તેઓએ વાહનની સચોટ માહિતી સાથે તેમનો ડેટાબેઝ ચકાસવો અને અપડેટ કરવો પડશે, ઓળખને સરળ બનાવવા માટે વાહનના આગળના અને બાજુના સ્પષ્ટ ફોટોગ્રાફ્સ અપલોડ કરવા પડશે અને વધુ સારી વાતચીત માટે દરેક ફાસ્ટેગ મોબાઇલ નંબર સાથે લિંક થયેલ છે તેની ખાતરી કરવી પડશે. નવા નિયમો ફાસ્ટેગ યુઝર્સને નોંધપાત્ર અસર કરશે, ખાસ કરીને જૂના વાહનો અથવા ફાસ્ટેગ ધરાવતા લોકોને. વિક્ષેપો ટાળવા માટે, વાહન માલિકોને તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.
વાહન માલિકોએ નિયમોનું પાલન કરવા માટે ઘણા પગલાં લેવા જરૂરી છે, જેમાં ફાસ્ટેગની ઈશ્યુ તારીખ તપાસવી, ફાસ્ટેગ વાહનની નોંધણી અને ચેસીસ નંબર સાથે જોડાયેલું છે કે નહિ તેની ચકાસણીનો સમાવેશ થાય છે. જેમ જેમ સમયમયર્દિા નજીક આવી રહી છે, ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર્સ જરૂરી અપડેટ્સ માટે ગ્રાહકોનો સંપર્ક કરે તેવી અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech