તમિલ સુપરસ્ટાર અને તમિલનાડુ ના 89 મુખ્યમંત્રી વિજયની મહુપ્રતિલિત ફિલ્મ "જન નાયકન” ની રલીઝની રાહ જોઈ રહેલા ચાહકો માટે મોટા સમાચાર છે. વિજયની આગામી ફિલ્મ 'જન નાયકન' રિલીઝ પહેલા ઇન્ટરનેટ પર લીક થવાના સમાચારે નિર્માતાઓ અને સમગ્ર ફિલ્મ ઉદ્યોગને ચિંતામાં મૂકી દીધા હતા, ત્યારે ફિલ્મની રિલીઝ તારીખ અંગે એક નવું અપડેટ આવ્યું છે. પૂજા હેગડે અને બોબી દેઓલ થલાપતિ વિજયના જન્મદિવસે ૨૨ જૂને ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવા આયોજન
પણ વિજયની ફિલ્મમાં જોવા મળશે. નવા મુખ્યમંત્રી વિજય અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ 'જન નાયગન' અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. નિર્માતાઓએ પોતે જ ફિલ્મની રિલીઝ અંગે નવી માહિતી શેર કરી છે. તાજેતરમાં, ચૈન્નાઈમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન, ફિલ્મના નિર્માતા, વેંકટ કે. નારાયણે જણાવ્યું હતું કે "જન નાયકન' આગામી ૧૪ દિવસમાં રિલીઝ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મની પ્રમાણપત્ર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને બોર્ડ સાથે સતત ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મની રિલીઝમાં વિલંબનું કારણ છે. અહેવાલો અનુસાર, ફિલ્મ નિર્માતાઓ ૨૨ જૂને વિજયના જન્મદિવસે "જન નાયકન" રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ ફિલ્મ ઘણા કારણોસર સમાચારમાં છે, જેમાં ઓનલાઈન લીકસની આસપાસનો વિવાદ પણ સામેલ છે. એચ. વિનોદ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ વિજયની કારકિર્દીની સૌથી ખાસ ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે અને તેથી તે લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે વિજય ખૂબ જ શિસ્તબદ્ધ અને પોતાની પ્રતિબદ્ધતાઓ પ્રત્યે સાચો માણસ છે. તેમણે કહ્યું છે કે સામાન્ય લોકો સાથેનો તેમનો સંબંધ તેમને ખાસ બનાવે છે. નિર્માતાઓએ એમ પણ કહ્યું હતું કે, "જન નાયકન ફક્ત એક ફિલ્મ નથી, પરંતુ તે તમિલનાડુના નવા રાજકીયવિચાર અને પરિવર્તનનું પ્રતીક પણ બની ગઈ છે.આ ફિલ્મમાં વિજય, પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બેજુ અને ગોતમ વાસુદેવ મેનન સહિત મજબૂત સ્ટાર કાસ્ટ છે. ફિલ્મના લીકના મુદ્દાને ગંભીરતાથી લેતા, ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. સંગઠને આવી ઘટનાઓને રોકવા માટે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ સમયગાળા દરમિયાન, દક્ષિણ ભારતના ઘણા મોટા સુપરસ્ટારોએ લીક અને પાયરસીની વધતી જતી ઘટનાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.