રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના પાંચ ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં વધારો નોંધાયો છે જેમાં આજી–૧ અને ધોળીધજા સહિત બે ડેમની સપાટી સૌની યોજનાના નર્મદાનીરથી વધી છે અને અન્ય ત્રણ ડેમમાં વરસાદી આવક નોંધાઇ છે.વિશેષમાં લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં આજી–૧માં ૦.૧૬ ફટ નર્મદાનીર, ન્યારી–૨માં ૦.૧૩ ફટ વરસાદી નીર, મોરબી જિલ્લામાં ધોડાધ્રોઇમાં ૦.૩૩ ફટ, ફોફળ–૨માં ૦.૦૩ ફટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો–૨ ધોળીધજા)માં ૦.૪૯ ફટ નર્મદાનીર સહિતની આવક નોંધાઇ છે.સૂત્રોએ ઉમેયુ હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ ડેમ સાઇટ ઉપર પાંચ મીમીથી ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લામાં મોજ ડેમ ઉપર ૧૫ મીમી, ફોફળ ડેમ ઉપર ત્રણ ઈંચ, આજી–૧ ઉપર પાંચ મીમી, સુરવો ઉપર ૩૦ મીમી, ગોંડલી ઉપર ૩૫ મીમી, વાછપરી ઉપર ૪૫ મીમી, વેરી ઉપર ૫૦ મીમી, ન્યારી–૧ ઉપર પાંચ મીમી, છાપરવાડી–૧ ઉપર અઢી ઈંચ, છાપરવાડી–૨ ઉપર ૨૦ મીમી, કરમાળ ઉપર ૧૦ મીમી, ભાદર–૨ ઉપર ૨૫ મીમી, યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા) ડેમ ઉપર ૧૦ મિમી, વઢવાણ ભોગાવો–૨ ( ધોળીધજા) ડેમ ઉપર પાંચ મીમી, સબુરી ડેમ ઉપર ૧૦ મીમી, લીંબડી ભોગાવો–૨ ( વડોદ) ડેમ ઉપર બે ઈંચ અને ધારી ડેમ સાઇટ ખાતે ૧૫ મીમી વરસાદ નોંધાયો છે.