રાજકોટ બાર એસો.ની ચૂંટણીના કાર્યદક્ષ પેનલના પ્રમુખપદના મુખ્ય ઉમેદવાર દિલીપભાઈ જોષીએ જણાવ્યું હતું કે, કાર્યદક્ષ પેનલ દ્રારા હાલ કોર્ટ બિલ્ડીંગ ખાતે રૂા.૩.૫૦ કરોડના ખર્ચે મંજુર થયેલા વકીલ ભવનનું કામ વહેલી તકે શરૂ કરવવા ઉપરાંત કોર્ટ બિલ્ડીંગ સાથે પાણી, કેન્ટીન, એટીએમ, પોસ્ટ ઓફિસની સુવિધા તેમજ ટ્રીબ્યુનલો પાછી લાવવા સહિતની કામગીરીને પ્રાધાન્ય અપાશે.
રાજકોટના વકીલોની માતૃ સંસ્થા એવી રાજકોટ બાર એસો. તા.૨૦ ડિસેમ્બરે ચુંટણી યોજાનારી કાર્યદક્ષ પેનલના ૬ હોદેદારો અને ૧૦ કારોબારી સભ્યપદના ઉમેદવારોએ આજે અગ્રણી ધારાશાી દિલીપભાઈ જોષીની આગેવાનીમાં આજકાલ કાર્યાલયની મુલાકાત લીધી હતી જે દરમિયાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યદક્ષ પેનલના ઉમેદવારો દ્રારા ઓફીસ ટુ ઓફીસ અને રાજકોટના મોટાભાગના વકીલ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. સંપર્ક અભિયાન દરમિયાન જ કાર્યદક્ષ પેનલને તમામ લોકોનું સમર્થન મળી રહ્યું છે.
કાર્યદક્ષ પેનલના પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઈ જોષી, ઉપપ્રમુખ પદે મયંકભાઈ પંડયા, સેક્રેટરી સંદીપભાઈ વેકરીયા, જોઈન્ટ સેક્રેટરીપદે જીતેન્દ્રભાઈ પારેખ, ટ્રેઝરર પદે કૈલાસ જાની, લાઈબ્રેરી સેક્રેટરીપદે રવિભાઈ ધ્રુવ, મહિલા અનામત કારોબારી સભ્યપદે રૂપલબેન થડેશ્ર્વર, કારોબારીના નવ સભ્યો જેમાં આંબલીયા ભાવિક, ડાકા અનીલ, ડોબરીયા હીરેન, હેરજા હત્પસેન, કવાડ સંજય, પુંધેરા મહેશ, રાજાણી કિશન, શુકલ નીલ, વ્યાસ ચિત્રાંક તરફી જાહેર કરશે અને કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહત્પમતીથી વિજેતા બનાવવા એક અવાજે સૌ પોતાનું સમર્થન કાર્યદક્ષ પેનલ પ્રત્યે વ્યકત કરશે. આજરોજ અખબારની મુલાકાતે કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા. ભાજપ લીગલ સેલ સંયોજક પિયુષભાઈ શાહ, સહ સંયોજક કમલેશભાઈ ડોડીયાની રાહબરી હેઠળ યુવા વકીલોની એક ટીમ સતત કાર્યરત છે. જેમાં કન્વીનર અભિષેક શુકલ, સહ કન્વીનર સાગર હપાણી, વકીલો હર્ષીલ શાહ, રીતીન મેંદપરા, જીતેશ રાઠોડ, મીત સોમૈયા, પાર્થરાજસિંહ ઝાલા, ભાર્ગવ બોડા, રાહત્પલ મકવાણા, પ્રદીપ પરમાર, કેવળ પુરોહીત, ચેતન ચોવટીયા, હેમલ ગોહેલ, યશ ચોલેરા, ભુમીકા પટેલ, નમીતા કોઠીયા, રેખા પટેલ, નિરાલી કોરાટ, મોનલ પટેલ, અંકીતા સોની, શ્ર્વેતા પરમાર, નેહા જોષી, નેહા વ્યાસ, જીજ્ઞેશ જોષી, હિમાંશુ પારેખ, નીશાંત જોષી, ભુવનેશ શાહી, વીશાલ સોલંકી, વિશાલ કોટેચા, કલ્પેશ મૈયડ, હર્ષ ઘીયા, પરાગ લોલારીયા, જસ્મીન ગઢીયા, ભરત પરમાર, ધવલ પડીયા, શિવદીપિંસહં ઝાલા, રાજન કોટેચા, જીગર સંઘવી, દીપ વ્યાસ, ઝીલ અક્ષય, મીલન જોષી, ચંદ્રસિંહ પરમાર, નીતિશ કથીરીયા, પારસ શેઠ, અમીત લાખાણી, અંકુર લીંબાસીયા, જય રંગાણી, મયુર ઠુંમર, કૃણાલ વેકરીયા, યશ માલાણી, મહીલા વકીલોમાં મેઘાવી ગજજર, હેપી પટેલ, કલ્પના ખોલીયા, ડીમ્પલ મોદી, રજનીબા રાણા, ચેતના કાછડીયા, આ કાર્યક્રમને સફળ બનાવવા સતત જહેમત ઉઠાવી રહ્યા છે. આઈટી વિભાગને લગતી કામગીરી અને ફોટોગ્રાફી વકીલ જસ્મીન ગઢીયા પોતાની આગવી શૈલીથી સંભાળી રહ્યા છે. પેનલ સાથે કમલેશ ઘોરડા, અંકીતા ઘોરડા, પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસ શેઠ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech