પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે પોરબંદરમાં તેમના હસ્તે આવતીકાલે દશેરાના પાવનપર્વે સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે નુતન છાત્રાલયનું ઉદ્ઘાટન થશે.
૧૧- પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડો. મનસુખ માંડવીયા ૩ દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપશે.
તા. ૧૨ ઓકટોબર શનિવારના રોજ દશેરાના દિવસે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાન્દીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે નૂતન છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપશે.
ગુજરાતની ૨૩ વર્ષની વિકાસગાથાની ઉજવણીના ભાગપે પોરબંદર ખાતે યોજાનાર વિકાસ સપ્તાહમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં મંત્રી મનસુખ માંડવીયા પોરબંદર જિલ્લાના કુલ ૧૪ કરોડના ૭૨ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
તા.૧૨ ઓકટોબર સાંજે પાંચ વાગ્યે માંડવિયાના ‘ગોરસ જનસંપર્ક કાર્યાલય’નું ઉદ્ઘાટન થશે અને જનતા માટે ખુલ્લુ મુકાશે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન વજુભાઇ વાળા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવનાર છે.
ઉપરોકત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે ૯ વાગ્યે વાલ્મીકિ સમાજ-ઉપલેટા દ્વારા સાંસદ ડો. મનસુખ માંડવીયાની ‘સાકરતુલા’ કરવામાં આવશે. ત્યારબાદ માંડવિયા ઉપલેટા ખાતે આયોજિત વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. જેમાં તેઓ ગૌશાળાના લાભાર્થે આયોજિત ગરબા મહોત્સવમાં પણ હાજરી આપશે.
રવિવાર તા. ૧૩ ઓકટોબરના રોજ મંત્રી મનસુખ માંડવીયા અમદાવાદ ખાતે પરોબે ૪ વાગ્યે ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ, નરોડાની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે ૬ વાગ્યે સીમર ઇન્સ્ટીટયુટના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર કેળવણી મંડળ- અમદાવાદ દ્વારા આયોજિત ‘સર્વાઇકલ કેન્સર વેકસીનેશન કાર્યક્રમ’માં હાજરી આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech