પર્યાવરણને નુકશાન ઓછું થાય તે પ્રકારની લાકડાથી અગ્નિ સંસ્કાર માટેની આધુનિક ભઠ્ઠીમાં થતાં સમયની સાથે લાકડાનો પણ બચાવ થશે...
જામનગરના ગાંધીનગર વિસ્તાર સ્થિત મૌક્ષ મંદિર હિન્દુ સ્મશાનમાં સુવિધાઓનો વિસ્તાર થયો છે અહિં લાકડાથી અગ્નિદાહ માટેની આધુનિક ભટ્ટી તેમજ અંતિમ યાત્રા માટેની નવી બસ સેવા રવિવારથી કાર્યાન્વિત થઈ છે.
આ માટે ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે રવિવારે લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં શહેરના ઉદ્યોગપતિ સરદાર ઈન્દરપાલ સિંધ કરતાર સિંધ પરિવાર તરફથી રૂા.છ લાખના અંદાજીત ખર્ચે લાકડાથી અગ્નિદાહ કરવા માટેની આધુનિક ભટ્ટીનું લોકાર્પણ જામનગર ગુરુદ્વારાના ગ્રંથી આદરણિય ભાઈસાહેબ પ્રકાશ સિંધાજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સાથે જ શહેરની જાણીતી મસાલા ઉત્પાદક કંપની મધુસુદન મસાલા લિમીટેડ દ્વારા કંપનીના સી.એસ.આર.ફંડમાંથી સામાજીક ઉતરદાવિત્વના ભાગરૂપે આશરે રૂા.છ લાખના ખર્ચે તૈયાર થયેલી અંતિમયાત્રા માટેની નવી બસનું લોકાપણ દાતા પરિવારના મોભી દયાળજીભાઈ વનરાવનભાઈ કોટેચાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મેયર વિનોદભાઈ ખીમસૂર્યા કહયું હતું કે, મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં લાકડાની ભટ્ટીની સુવિધાથી લોકોના સમય-શકિત અને નાણાંનો બચાવ થશે, સાથે જ પર્યાવરણ માટે પણ લાભકર્તા બની રહેશે. તેઓએ મહાપાલિકા તરફથી આ સ્મશાનગૃહમાં લોક સુવિધાઓ માટે સહકારનો વિશ્વાસ આપ્યો હતો.
આ સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહેલા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે ચૌદ વર્ષ પહેલા આ સ્મશાન ગૃહ ખૂલ્લું મુકાયું ત્યારે લોકો વિચારતા હતા કે અહીં સ્મશાન યાત્રા કઈ રીતે આવશે? પરંતુ મોક્ષ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે રીતે આધુનિક સગવડતાઓ અને જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ ઉભી કરતાં લોકો પોતાના સ્વજનોની અંતિમ યાત્રા અહીં લાવવા તરફ વળ્યા છે, એ માટે સંસ્થાના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવું છે અને આ ઉભી કરાયેલી નવી લાકડાની ભઠ્ઠી તથા અંતિમ યાત્રા માટેની નવી બસ માટે આર્થિક સહયોગ આપનાર બન્ને પરિવારોને પણ માનવ સેવાના સત્કાર્યો માટે અભિનંદન પાઠવુ છું તેમજ તેઓની સંપતિ સમાજમાં વધુ સારા સત્કાર્યો માટે વપરાય તેવી શુભેચ્છા પાઠવુ છું.
લાકડાથી અગ્નિદાહ માટેની આધુનિક ભઠ્ઠા સ્વર્ગરોહણ ના લોકાર્પણકર્તા શહેરના ગુરુદ્વારાના ગ્રંથી ભાઈસાહેબ પ્રકાશ સિંચાજીએ આશીર્વાદ પાઠવતાં કહયું હતું કે પર્યાવરણ માટે ચિંતા કરવાની આપણા સૌની જવાબદારી છે. પર્યાવરણને થતું નુકશાન તમામ માટે ચિંતાનો વિષય છે ત્યારે મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં પર્યાવરણને ઓછું નુકશાન થાય તેવા ઉદેશ સાથે આ આધુનિક ભટ્ટી સેવારત કરવાનું પગલું પ્રશંસનિય છે. તેઓ આજથી કાર્યરત થયેલી બન્ને સુવિધાઓના દાતા પરિવારીને પણ શુભેચ્છા સાથે આશિવાદ પાઠવ્યા હતાં.
આ કાર્યક્રમમાં સંસ્થાની પ્રવૃતિઓનું શબ્દચિત્ર રજૂ કરતાં મોલ મંદિરના કૌષાધ્યય પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, શહેરમાં આ એકમાત્ર સ્મશાનમાં સંપૂર્ણ વિનામૂલ્યે અગ્નિદાહની સેવા આપવામાં આવી રહી છે. આ સંસ્થાના સંચાલન – નિભાવ અને જાળવણી માટે રિલાયન્સ તરફથી છેલ્લા દસ વર્ષ જેટલા સમયથી નિયમિત રીતે આર્થિક સહયોગ શ્રી પરિમલભાઈ નથવાણીના સહયોગ થકી પ્રાપ્ત થઈ રહ્યો છે.
ગાંધીનગરના આ સ્મશાનમાં બાળ સ્મશાનની સુવિધા પણ છે. અત્યારે ગેસ આધારિત એક ભટ્ટી અગ્નિદાહ માટે કાર્યરત છે અને નજીકના ભવિષ્યમાં વધુ એક ગેસ ભઠ્ઠી મુકવામાં આવશે. આ ગેસ ભટ્ટી માટે ગુજરાત ગેસ લિમીટેડ તરફથી સી.એસ.આર.અંતર્ગત ગેસ પુરવઠો વિના મૂલ્યે પુરો પાડવામાં આવે છે.
મોક્ષ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરના પછાત અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં સોમવારથી શનિવારના દિવસોમાં સવાર - સાંજ જુદા-જુદા સ્થાનો પર હરતા ફરતાં દવાખાનાની સેવા પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં દર્દીને તપાસીને ડોકટર જરૂરી દવા પણ વિનામૂલ્યે આપે છે સંસ્થાની જગ્યામાં સ્મશાન નજીક બાળકો - વડીલો માટે બગીચાની સગવડતા પણ ઉભી કરવામાં આવી છે જેમાં ધમાચાર્યો અને મહાનુભાવોની પ્રતિમાઓ પણ મુકવામાં આવી છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમબ કનકસિંહ જાડેજાએ અને આભાર દર્શન સંસ્થાના માનદમંત્રી ધીરૂભાઈ પાટલીયાએ કર્યું હતું. આ અવસરે દાતા પરિવારના હરપાલસિંધ ઈન્દરપાલસિંઘ તેમજ મધુસદન મસાલા લિમીટેડના ચેરમેન રિપિતભાઈ કોટેચા, વિજયભાઈ કોટેચા, અશોકભાઈ સોનેચા, હિરેનભાઈ કોટેચા, પાર્થભાઈ સખપરિયા વિગેરે સાથે સંસ્થાના ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઈ ખાંટ, ખુમાનસિંહ સરવૈયા, પરેશભાઈ વાઘાણી ઉપરાંત કોર્પોરેટરો, કાર્યકરો, સામાજીક આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ વિગેરે પણ ઉપસ્થિત રહયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech