જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને યાત્રિકોની સુખાકારી માટે સૌપ્રથમ વખત દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા નવતર અભિગમ

  • September 04, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કયુ.આર.કોડ સ્કેન કરી દર્શનનો સમય, પાર્કિંગ તથા સંલગ્ન માહિતી મેળવી શકાશે

આગામી તા.૭મીએ ભગવાન શ્રી દ્વારકાઘીશના જગતમંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે ત્યારે બહારથી પધારતા કૃષ્ણભકતોને જગતમંદિરમાં થતા દર્શનનો સમય, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતની સંલગ્ન માહિતી સરળતાપૂર્વક મળી રહે તે હેતુ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે,એએસપી રાધવ જૈન, મંદિર ડીવાયએસપી સમીર સારડા દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી નવતર અભિગમ દાખવવામાં આવેલ છે. જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને યાત્રાળુઓના માર્ગદર્શન અને મદદ અર્થે દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા નવતર અભિગમ અન્વયે સૌપ્રથમ વખત કર્યુ.આર. કોડ લોન્ચ કરવામાં આવેલ છે. જેના માધ્યમ વડે બહારથી પધારતા દરેક યાત્રિકો મોબાઈલથી ક્યુ.આર. કોડ સ્કેન કરી દર્શનનો સમય, પાર્કિંગ વિગેરે જેવી બાબતે માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે.
જન્માષ્ટમીના તહેવારોમાં યાત્રિકોની સુખાકારીમાં વધારો કરતી જીલ્લા પોલીસ તંત્રની સુવિધા પ્રશંસાને પાત્ર બની છે, ત્યારે આજકાલ દૈનિકમા પણ આ કયુ આર કોય પ્રસિદ્ધ કરેલ હોય જેથી કરી બહારથી આવતા યાત્રિકો આનો લાભ લય સરળતાથી દશઁન કરી સુવિધાનો લાભ લ્યે તેવી દ્વારકા જીલ્લા પોલીસ અને આજકાલ દૈનિક દ્વારા અપીલ કરવામાં આવે છે.
**
જન્માષ્ટમી તહેવારને અનુસંધાને દ્વારકાધીશ મંદીરની આજુબાજુના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
હાલમાં દ્વારકાધીશ મંદીર દ્વારકા ખાતે જન્માષ્ટમી તહેવાર-૨૦૨૩’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહેલ છે જે અન્વયે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનશ્રી દ્વારકાધીશજીના દર્શનાર્થે પધારતા હોય છે આ સમયે દ્વારકાધીશ મંદીર તથા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થીઓની હાજરી હોય છે જો કોઇ વ્યક્તી દ્વારા ડ્રોન ઉડાડવામાં આવે અને અકસ્માતે ડ્રોન લોકો ઉપર પડે તો મોટી દુર્ધટના સાથે મોટી જાનહાની થવાની પુરેપુરી શક્યતાઓ રહેલ છે, જેથી હે.કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, જિ.દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૦૩/૦૯/૨૦૨૩ થી તા.૧૦/૦૯/૨૦૨૩ દિન-૦૮ માટે દ્વારકાધીશ મંદીરની ઉપર તેમજ આસપાસના વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતીબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસીધ્ધ કરેલ છે જે જાહેરનામાંની કડક અમલવારી માટે દેવભૂમિ દ્વારકા પોલીસ તરફથી સ્પેશ્યલ ટ્રેઇન પોલીસ કર્મચારીઓ પણ તહેનાત કરવામાં આવેલ છે.તેમજ પોલીસના ડ્રોન ઓપરેટર દ્વારા સતત એરીયલ સર્વેલન્સ પણ કરવામાં આવશે. જાહેરનામું ભંગ કરનાર ઇસમ વિરૂધ્ધમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application