જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો સોયાબીનના વાવેતર તરફ ઢળયા છે. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની નવી આવક પણ શરૂ થઈ છે.એક જ દિવસમાં યાર્ડમાં 1007 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી.નવી સિઝનના પ્રારંભે ખેડૂતોને મણના રૂ. 911 ભાવ પ્રાપ્ત થયા હતા.
જૂનાગઢ જિલ્લ ામાં છેલ્લ ા બે વર્ષથી ખેડૂતો મગફળી ,કપાસ બાદ સોયાબીનના વાવેતર તરફ વળ્યા છે.જૂનાગઢ જિલ્લ ામાં નવ તાલુકાઓમાં અંદાજિત 58783 હેક્ટરમાં વાવેતર થયું છે. મબલખ ઉત્પાદન થતા સોયાબીનની આવકમાં વધારો પણ થયો છે. માર્કેટિંગ યાર્ડમાં 1007 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. હરાજીમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોના રૂ્.911 ભાવ મળ્યા હતા. સોયાબીનના પાકમાં બગાડ ઓછો થતો હોય છે અને ભેલાણનો કોઈ પ્રશ્ન નડતો ન હોવાને કારણે જિલ્લ ાના ખેડૂતો સોયાબીનના પાક વાવેતર તરફ વળ્યા છે. ખેડૂતો પાક ઉત્પાદન સમયે ઊંચા ભાવની આશા સાથે સોયાબીનની ખેતી કરી હતી. નવી સિઝનના પ્રારંભે ઉત્પાદનની અપેક્ષાએ ભાવ પ્રમાણ ઓછા મળતા ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં વધુમાં ભાવ મળે તેવી અપેક્ષા સેવી રહ્યા છે.
જિલ્લામાં સોયાબિન વાવેતરની તાલુકા વાઇઝ વિગત
જૂનાગઢ જિલ્લ ામાં સોયાબીન 58783 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં વિસાવદરમાં સૌથી 19000, ત્યારબાદ જૂનાગઢ ગ્રામ્યમાં 13465, મેંદરડા 9200, વંથલી 4830,ભેસાણ 4610,માણાવદર 4530, માળીયાહાટીના 1950, કેશોદ 538, જુનાગઢ શહેર 350 સૌથી ઓછું માંગરોળમાં 310 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech